અદાણીConneX હૈદ્રાબાદ સાઇટને બ્રિટીશ સેફટી કાઉન્સિલ દ્વારા ફાઇવ સ્ટાર ગ્રેડ મળ્યો
ભારતમાં પ્રતિષ્ઠિત ગ્રેડિંગ હાંસલ કરનારું પ્રથમ ડેટા સેન્ટર
અમદાવાદ : ભારતની સૌથી મોટી ખાનગી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉર્જા પુરી પાડતા અદાણી સમૂહ અને વિશ્વના સૌથી મોટા ખાનગી ડેટા સેન્ટર એજConneXના સંચાલકો વચ્ચેના સંયુક્ત સાહસની અદાણીiConneXના હૈદરાબાદ ડેટા સેન્ટરને બ્રિટિશ સેફ્ટી કાઉન્સિલ દ્વારા ઓક્યુપેશ્નલ હેલ્થ અને સલામતી ઓડિટ વિષયમાં જરુરી ધારાધોરણો જાળવવા માટે ફાઈવ-સ્ટાર ગ્રેડિંગ આપવામાં આવ્યું છે. અદાણીiConneX ની હૈદરાબાદ સાઇટને પ્રાપ્ત થયેલી આ પ્રકારનું પ્રતિષ્ઠિત વૈશ્વિક સન્માન મેળવનાર ભારતના પ્રથમ ડેટા સેન્ટરના સ્થાને પ્રસ્થાપિત કરે છે અને આરોગ્ય અને સલામતી વ્યવસ્થાપન પ્રણાલી તથા તેને સંલગ્ન વ્યવસ્થાઓમાં સતત સુધારણા માટે કંપનીની કાર્યપરાયણતાની પ્રતિબદ્ધતા અભિવ્યક્ત કરે છે.
આ સાઇટની વ્યાવસાયિક સ્વાસ્થ્ય અને સુરક્ષાની નીતિઓ, પ્રક્રિયાઓ અને પધ્ધતિઓનું વ્યાપક સ્તરે પ્રમાણિત અને મજબૂત મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જ્યારે ઓડિટ વિષય અંતર્ગત દસ્તાવેજીકરણની સમીક્ષા અને વરિષ્ઠ વ્યવસ્થાપન, કર્મચારીઓ અને મુખ્ય હિતધારકો સાથેની મુલાકાતો અને ઓપરેશનલ પ્રવૃત્તિઓના નમૂનાઓની ઝીણવટભરી તપાસણીનો સમાવેશ થાય છે. તેણે મુખ્ય આરોગ્ય અને સલામતી વ્યવસ્થાપનના શ્રેષ્ઠ પ્રેક્ટિસ સૂચકાંકોની સામે કામગીરીનું મૂલ્યાંકન કરીને લગભગ ૬૦ જેટલા ઘટકોની વિગતવાર સમીક્ષા કરી હતી.
ડેટા સેન્ટર ક્ષેત્રે ભારતમાં સૌથી વધુ તેજ ગતિથી વિકસતી કંપનીઓ પૈકીની એક તરીકે ઉભરી રહેલા, અદાણીiConneX હૈદરાબાદ, ચેન્નાઈ, નોઈડા અને પુણે સહિતના મુખ્ય સ્થળોએ પરંપરાગત ઉર્જા દ્વારા સંચાલિત ૧ GWની ક્ષમતાના ડેટા સેન્ટર પ્લેટફોર્મનું નિર્માણ કરી રહ્યું છે. આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સના યુગમાં ડેટા કેન્દ્રોના વ્યાપક નેટવર્કની વ્યૂહાત્મક જમાવટ ભારતની ડિજિટલ મહત્વાકાંક્ષાઓને વેગ આપીને આધુનિક ટેક્નોલોજીને અપનાવવાની પ્રક્રિયાને ગતિ આપશે.
બ્રિટિશ સેફ્ટી કાઉન્સિલના સી.ઈ.ઓ. માઈક રોબિન્સને જણાવ્યું હતું કે, “અમારી વ્યાવસાયિક શ્રેષ્ઠ પ્રેક્ટિસ હેલ્થ એન્ડ સેફ્ટી ઓડિટને અનુસરીને અપાતો ફાઇવ સ્ટાર ગ્રેડિંગનો એવોર્ડ એ એક ઉત્કૃષ્ટ સિદ્ધિ છે અને તે તેના સ્વાસ્થ્યમાં સુધારા અને સલામતી વ્યવસ્થા તથા કામદારોના સ્વાસ્થ્યની, સુરક્ષા અને સુખાકારી સંબંધી જોખમો હલ કરવા માટે એક પ્રતિબદ્ધ સક્રિય સંસ્થા તરીકે તેની જવાબદારીને પ્રતિબિંબિત કરે છે.
અદાણીConneXના ચીફ બિઝનેસ ઓફિસર સંજય ભુતાનીએ આ ગ્રેડીંગ માટે પ્રતિક્રીયા આપતા જણાવ્યું હતું કે, “સુરક્ષા અમારા વિકાસના પાયાના સ્વરુપે કામ કરે છે. અમે ‘સંભાળની સંસ્કૃતિ’ને અનુસરતા રહીને અમારી તમામ સાઇટ્સ પર શૂન્ય નુકસાન જાળવવા માટે અડગ છીએ. લોકોના વિકાસ, સાઇટ ડિજીટલાઇઝેશન અને શ્રેષ્ઠ વૈશ્વિક પ્રથાઓનું પાલન કરવાની પ્રક્રિયામાં વૃદ્ધિની આસપાસ રહીને અમે બહુવિધ પહેલ અપનાવવાની શરૂઆત કરી છે. બ્રિટિશ સેફ્ટી કાઉન્સિલ દ્વારા પ્રાપ્ત થયેલ પ્રતિષ્ઠિત ફાઇવ-સ્ટાર ગ્રેડિંગ અમને કાર્યક્ષમ અને શ્રેષ્ઠ-વર્ગમાં ગ્રાહકના અનુભવ પ્રદાન કરતી વખતે સાઇટ્સનું સુરક્ષિત નિર્માણ કરવાના અમારા મિશનને આગળ વધારવા માટેનો પ્રેરણા સ્ત્રોત બનશે એમ તેમણે ઉમેર્યું હતું