લીંબાયત ઉત્સવ સમિતિ દ્વારા આયોજીત મહા રક્તદાન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પ કાલે
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને નવસારી સાંસદ સી.આર.પાટીલના જન્મ દિન નિમિત્તે આયોજન

સુરતઃ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને નવસારી સાંસદ સી.આર.પાટીલના જન્મ દિન નિમિત્તે લીંબાયત ઉત્સવ સમિતિ દ્વારા આયોજીત મહા રક્તદાન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પ તા.૧૦/૦૩/૨૦૨૪ રવિવારના રોજ નીલગીરી મેદાન, નીલગીરી, લીંબાયતમાં સવારે ૭ થી સાંજે ૪ કલાક સુધી કરવામાં આવ્યું છે.
સુરત શહેરના ઉપ મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલે કીધું કે લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ ના માર્ગદર્શનમાં ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ તથા નવસારીના સાંસદ સીઆર પટેલના જન્મ દિન નિમિત્તે આ સર્વ નિદાન રોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકોની, કાન-નાક-ગળાની, કેલ્શિયમ અને હિમોગ્લોબીન ચેકઅપ, ચામડીના રોગોની તપાસ કરવામાં આવશે. તેમજ ટીબીના દર્દીઓને પ્રોટીનયુક્ત ન્યુટ્રીશ્યનલ આહાર કીટ વિતરણ, આંગણ્વાડીના કુપોષીક બાળકોને પોષણ યુક્ત આહાર કીટ વિતરણ કરવામાં આવશે. હાડકાની બીમારીઓની તપાસ તથા ચશ્મા શીબીર તથા મફત ચશ્માનું વિતરણ કરવામાં આવશે. કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર હાજર રહેશે. મોતિયાબિંદ હશે તો આંખનું મોતિયાબિંદનું ઓપરેશન પણ કરી આપવામાં આવશે.
સરકારની યોજનાઓ ના પણ લાભ લઈ શકાશે
આયુષ્માન કાર્ડ, વિધવા સહાય પેંશન , રાશન કાર્ડ, આવકનો દાખલો સહીતનાં સરકારની યોજનાઓ ના પણ લાભ લઈ શકાશે