સ્પોર્ટ્સ
સર્જન કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કબીર ઈલેવન વિજેતા

સુરતઃ બારડોલી ખાતે સર્વોદય ટ્રસ્ટ સુરત દ્વારા સર્જન કપ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામા આવેલ હતુ ,જેમા જુદી જુદી 8 ક્રિકેટ ટિમ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો જે પૈકી કબીર ઈલેવન અને લક્ષ્મી બા ઈલેવન વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી અને કબીર ઈલેવન વિજેતા થઈ હતી.
જે પ્રસંગે સર્વોદય ટ્રસ્ટ ના પ્રમુખ દર્શનભાઈ નાયક, સ્વાતીબેન પટેલ, એડ.કિરણભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, સુરેશભાઈ ચૌઘરી, સુનિલભાઈ પટેલ, હનીફભાઈ ભીમલા, હર્ષલ ચૌઘરી, વિજય વાઘેલા, રાકેશ પરમાર સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.