સ્મીમેર હોસ્પીટલમાં શ્વાસ લેવામાં તકલીફ સાથે આવેલ ૧૦ વર્ષના બાળક ની સફળ ફેફસાની સર્જરી
સુરતઃ મૂળ આગ્રા નાં રહેવાસી ૧૦ વર્ષનો બાળક (અજીમ) તા. ૧૮/૧૨/૨૦૨૩ નાં રોજ ૨ મહિના થી તાવ અને શ્વાસ લેવાની તકલીફ સાથે આવેલ હતું. દર્દીની ડાબી બાજુની છાતી માં પરું ભરાવવાના લીધે ફેફસાં સંકોચાઈ ગયા હતા અને ફેફસાં માં ફૂલવાની ક્ષમતા સાવ નગણ્ય થઈ ગઈ હતી. બાળકના માતા પિતા એ આગળ અલગ અલગ હોસ્પિલમાં ટ્રીટમેન્ટ લીધા બાદ સ્મીમેર હોસ્પિલમાં આવેલ હતા.
સ્મીમેર હોસ્પિટલ નાં સર્જરી વિભાગ દ્વારા બાળક નું થોરેકટોમી + ડીકોરટીકેશન નું ઓપરેશન પ્લાન કરવામાં આવેલ હતું. આ ઓપરેશન માં ફેફસાં નાં આજુ બાજુ બનેલા વધારાના આવરકનોને કાઢીને ફેફસાની ફુલવાની ક્ષમતા ને વધારી હતી. ૬ કલાક ચાલવામાં આવેલ સર્જરી માં ડૉ. અર્ચના નેમા મેમ (એચ.ઓ. ડી. સર્જરી), ડૉ. દિનેશ પ્રસાદ સર (પ્રોફેસર), ડૉ. મિતેષ ત્રિવેદી સર (પ્રોફેસર), ડૉ. તરલ ચોધરી, ડૉ. સાવન, ડૉ. દેવાંગ, ડૉ. અનિશ તથા ડૉ. સોનાલી મેમ (એનેસ્થીયા) ની ટીમ દ્વારા સફળતા મળેલ હતી. દર્દીને હાલ કોઈ જ તકલીફ વગર રજા પણ આપવામાં આવેલ છે.