સ્મીમેર હોસ્પીટલમાં પહેલી વખત એક જ દિવસ માં ૧૯ પિત્તાશય નાં દૂરબીન થી ઑપરેશન

સુરતઃ સ્મીમેર હોસ્પીટલમાં પહેલી વખત એક જ દિવસ માં ૧૯ પિત્તાશય નાં દૂરબીન થી ઑપરેશન સવારે ૦૮ થી સાંજે ૪ વાગ્યા સુધી માં તા. ૨૨ જાન્યુઆરી અયોધ્યા રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાના પાવન દિવસે સ્મીમેરના ૨૫ દર્દીઓ કે જેઓ પિત્તાશય ની વિવિધ પ્રકારની પથરીના રોગો થી પીડાતા હતા.
તેઓને આ દિવસે દાખલ કરી તા. ૨૩ જાન્યુઆરી નાં મંગળવાર નાં રોજ ૨૫ દર્દી માંથી ૧૯ દર્દી ઓના લેપ્રોસ્કોપી (દૂરબીન) થી પિત્તાશય ની થેલી નાં ઑપરેશન કરવામાં આવ્યા હતા ૦૬ દર્દીઓ મેડિકલ ફીટ ન હોવાથી, ૨૫ ઑપરેશન ની સંખ્યા શક્ય બની ન હતી. આ સંખ્યા આજ દિન સુધી માં સ્મીમેરમાં એક જ પ્રકારના રોગ નાં દર્દી ઓનાં એક જ પ્રકારના ઑપરેશન ની મહત્તમ સંખ્યા હોય શકે.
આ ઑપરેશન સર્જરી ડિપાર્ટમેન્ટ નાં સર્જનો ની સામૂહિક મહેનત, એનેસ્થેસીયા ડિપાર્ટમેન્ટ નાં સહયોગ તથા નર્સિંગ સ્ટાફ અને ક્લાસ ૪ નાં કર્મચારી નાં પ્રયત્નો થી શક્ય બન્યો છે. ઑપરેશન થયેલ સર્વ દર્દીઓ સારી સ્થિતિ માં છે.
આ કાર્ય માટે સર્જરી ડિપાર્ટમેન્ટ નાં સર્જનો અને એમની ટીમની આગેવાની ડૉ. હરીશ ચૌહાણ પ્રોફેસર ઓફ સર્જરી અને એનેસ્થેસીયા ડૉ. માલતી પંડ્યા પ્રોફેસર મેડમ એ કરી હતી અને ભવિષ્ય માં સમાજ માટે આવા પ્રકારના ગ્રાન્ડ ઓપરેટિવ સેશન સ્મીમેર ખાતે ચાલુ રહે એવાં પ્રયત્નો સ્મીમેર હોસ્પીટલ અવાર નવાર કરતી રહેશે.