બિઝનેસસુરત

સ્નાઈડર ઈલેક્ટ્રીકની ‘ઈનોવેશન યાત્રા’ સુરત પહોંચી

સુરત: એનર્જી મેનેજમેન્ટ અને ઓટોમેશનના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં વૈશ્વિક અગ્રણી સ્નાઈડર ઇલેક્ટ્રિકે ભારતમાં કંપનીની 60મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે ઓક્ટોબરમાં સ્નાઈડર ઇલેક્ટ્રિક ઇનોવેશન યાત્રા શરૂ કરી હતી. આ યાત્રાનું મુખ્ય કેન્દ્ર કાર્બન ન્યુટ્રલ મોબાઈલ ઈનોવેશન હબ ઓન વ્હીલ્સ, સ્નાઈડર ઈલેક્ટ્રિકના IoT આધારિત સોલ્યુશન્સ, કનેક્ટેડ પ્રોડક્ટ ઓફરિંગ, ભારતમાં કંપનીની ઉત્ક્રાંતિ અને ભારતની પ્રગતિમાં યોગદાન છે.

સુરત શહેરના પટેલ સમાજની વાડી ખાતે હતું. આ યાત્રાએ સુરતમાં 200થી વધુ એન્ડ કસ્ટમર્સ, સરકારી અધિકારીઓ, વિદ્યાર્થીઓ, ચેનલ ભાગીદારો અને ઈન્ફ્લુઝર્સને આકર્ષ્યા હતા.

સ્નાઈડર ઈલેક્ટ્રિક ઈન્ડિયાના ઝોન પ્રેસિડન્ટ-ગ્રેટર ઈન્ડિયા, સીઈઓ અને એમડી દિપક શર્માએ આ પહેલ અંગે જણાવ્યું હતું કે ભારતમાં સ્નાઈડર ઈલેક્ટ્રિક 37000+ કર્મચારીઓ, 30 મેન્યુફેક્ચરિંગ સાઇટ્સ સાથે ત્રીજું સૌથી મોટું બજાર અને ગ્રુપ માટે ચાર ગ્લોબલ હબ પૈકી એક છે. સ્નાઇડર ઇલેક્ટ્રિક ઇનોવેશન યાત્રા એ અમારા સ્ટેકહોલ્ડર્સ સાથે જોડાવા, અમારી સિદ્ધિઓની ઉજવણી કરવા, ટકાઉ ઈનોવેશન્સ તથા ડિજિટાઇઝેશનને વેગ આપવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવતું એક અનોખું પ્લેટફોર્મ છે.

આ કાર્બન ન્યુટ્રલ યાત્રા 6 મહિનામાં ભારતના 60+ શહેરોની યાત્રા કરશે, જેનો ઉદ્દેશ્ય દેશમાં સ્નાઈડર ઈલેક્ટ્રીકની 60 વર્ષની સફર અને IoT, ઈલેક્ટ્રિસિટી 4.0, ડિજિટાઈઝેશન, એનર્જી મેનેજમેન્ટમાં ટકાઉપણું તથા નેક્સ્ટજેન ઓટોમેશન સ્પેસમાં પ્રગતિ-તકો વિશે જ્ઞાન આપી રાષ્ટ્ર નિર્માણને સમર્થન આપવાની સતત પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરવાનો છે.

તેનો ઉદ્દેશ 20Mn+ નાગરિકો, કોર્પોરેટ, ઉદ્યોગ નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ, ભાગીદારો, ગ્રાહકો, ખેડૂતો, ઇલેક્ટ્રિશિયન, ઈન્સ્ટીટ્યૂટ્સ,સરકાર સહિત અન્ય સાથે જોડાઈને ટકાઉપણું અને ડિજિટાઇઝેશનનો સંદેશ ફેલાવવાનો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button