આમ આદમી પાર્ટી, સુરત દ્વારા અલગ અલગ વોર્ડ માં સફાઈ કર્મીઓ નું બહુમાન કરવામાં આવ્યું
શહેર નાં રિયલ હીરો એવા સફાઈ કર્મીઓ ને વંદન : ગોપાલ ઈટાલીયા
સુરત ને સ્વચ્છતા માં સમગ્ર દેશ માં નંબર વન એવોર્ડ મળતા સમગ્ર શહેર માં ખુશી નું વાતાવરણ છવાઈ ગયું છે. ખાસ કરીને સફાઈ કર્મીઓ નો ઉત્સાહ પણ એટલો જ બેવડાઈ ગયો છે. જાણે શહેર માં કોઈ તહેવાર નું વાતાવરણ હોય તેવો માહોલ જણાઈ આવે છે.
આ જ ઉત્સાહ માં સહભાગી થવા આમ આદમી પાર્ટી નાં નેતાઓ અને કોર્પોરેટરશ્રીઓ પણ જોડાયા હતા. ‘આપ’ નાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઈટાલીયા સહીત કોર્પોરેટર જીતેન્દ્રભાઈ કાછડીયા પુણા ગામ ધનવર્ષા વોર્ડ ઓફિસ માં સફાઈ કર્મીઓ સાથે ગરબા નાં તાલે ઝૂમ્યા હતાં.
વરાછા ઝોનમાં આવેલ સીમાડા વોર્ડ ઓફિસ ની મુલાકાત લેતા આમ આદમી પાર્ટી નાં પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી અને શિક્ષણ સમિતિ સભ્ય રાકેશ હિરપરા, વિપક્ષ ઉપનેતા મહેશભાઈ અણઘણ, દંડક રચનાબેન હીરપરા, પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી, કોર્પોરેટરશ્રી વિપુલભાઈ સુહાગીયા તેમજ મોટી સંખ્યામાં કાર્યકરોએ સફાઈ કર્મીઓ નું બહુમાન કર્યું. આરોગ્ય અધિકારીશ્રીઓ નો આભાર વ્યક્ત કર્યો.
તેવી જ રીતે કતારગામ માં શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડિયા, લોકસભા પ્રમુખ રજનીભાઇ વાઘાણી, કોર્પોરેટર ડૉ. કિશોરભાઈ રૂપારેલિયા, દિપ્તીબેન સાકરીયા, મહિલા હોદ્દેદારો શોભનાબેન વાઘાણી, શિલ્પાબેન સહીત નાં પદાધિકારીઓએ સફાઈ કર્મીઓ ને મીઠાઈ ખવડાવી પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું.રાંદેર ઝોન માં રાજીવ સિસોદિયા, રીતુ સિન્હા દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.
આ શુભ પ્રસંગે ‘આપ’ નાં પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા એ જણાવ્યું હતું કે, આ એવોર્ડ નાં હકદાર સફાઈ કર્મીઓ છે. તેમના થકી જ સુરત ને સમગ્ર દેશ માં ગૌરવ પ્રાપ્ત થયું છે. આમ આદમી પાર્ટી હરહંમેશ સફાઈ કર્મીઓ સાથે જ હતી અને રહેશે. તેમના હક માટે જરૂર પડે અવાજ પણ ઉઠાવશે. શહેર નાં સાચા હીરો આપણા મનપા નાં સફાઈ કર્મીઓ છે.
સૌ પદાધિકારીઓ અને કોર્પોરેટરઓ ગરબા નાં તાલે ઝૂમ્યા હતાં. સમગ્ર કાર્યક્રમ માં કર્મચારીઓ માં એક અનેરા ઉત્સાહ ની લાગણી પ્રવર્તી હતી.