સુરત
પાંડેસરામાં માતા સાથે જતા ૧૪ વર્ષના કિશોર ઉપર શ્વાનનો હુમલો
કિશોરને પગના ભાગે બચકું ભરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો

સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત રહેવા પામ્યો છે. આજે સવારે વધુ ઍક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.પાંડેસરા વિસ્તારમાં માતા સાïથે જતા ૧૪ વર્ષના કિશોર ઉપર હુમલો કર્યો હતો.શ્વાને પગના ભાગે બચકું ભરી લેતા તેને સારવાïર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શ્વાનના આતંકના દિવસે દિવસે વધી રહેલા આતંકના પગલે લોકોમાં ભારે રોષ જાવા મળી રહ્ના છે.
પાંડેસરામાં રહેતા ધો-૬માïં અભ્યાસ કરતો ૧૪ વર્ષીય ગણેશ કહાર આજે સવારે તેની માતા સાથે સબંધીના ઘરે જતો હતો તે વખતે રસ્તામાં રખડતા શ્વાને ગણેશ ઉપર હુમલો કર્યો હતો. ગણેશને પગના ભાગે બચકા ભર્યા હતા. શ્વાનના હુમલાને પગલે ગણેશ અને તેની માતા ડરી ગયા હતા.ગણેશને તાત્કાલિક સારવાર માટે નવિ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રખડતા શ્વાનનો આતંક જાવા મળીï છે.તે વચ્ચે પાલિકા દ્વારા ખસીકરણ અને રસીકરણના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. છતાં શ્વાનનો આતંક અોછઅો નથી થઇ રહ્ના.સિવિલમાં દૈનિક ૨૦થી ૨૫ કેસો નોંધાય રહ્ના છે. લોકોમાં ભારે રોષ જાવા મળી રહ્ના છે. પાલિકા દ્વારા પણ યત્નો નક્કર કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્નાં છે.