સુરત
સિંગણપોરની કિશોરીને ફોટા વાયરલ કરવાની ધમકી
ભાવનગરના યુવકે ઈન્સ્ટાગ્રામમાં બીભત્સ મેસેજ તેમજ વિડીયો કોલ કરી હેરાન કરતો

સુરત : સિંગણપોર ડભોલી વિસ્તારમાં રહેતી કિશોરીને ભાવનગરનો યુવક સોશિયલ મીડિયા મારફતે હેરાન પરેશાન કરી બીબસ્ત મેસેજ કરી ન્યૂડ ફોટા મંગાવી હેરાન પરેશાન કરતો હતો. ઍટલું જ નહીં પરંતુ કિશોરી સાથે વિડીયો કોલ પર વાત કરી તેના સ્ક્રીનશોટ પાડી તેને બ્લેકમેલ કરી ફોટા વાયરલ કરી જાનથી મારી નાખવાની ફોટા વાયરલ કરવાની ધમકી આપી છેડતી કરતો હતો. જેથી આખરે આ મામલે કિશોરીઍ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તરેડ ગામે રહેતો સંદીપ દિલીપભાઇ વરીયા છેલ્લા ઘણા સમયથી સિંગણપોર ડભોલી વિસ્તારમાં રહેતી કિશોરીને સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હેરાન પરેશાન કરતો હતો. આ ઉપરાંત વાતચીત કરી ન્યુડ ફોટાઅોની માંગણી કરતો હતો.
આ દરમિયાન સંદીપ વરિયાઍ વિડીયો કોલ કરી કિશોરી સાથેના સ્ક્રીનશોટ પાડી લીધા હતા અને આ જ સ્ક્રીનશોટ કિશોરીને પરત મોકલી ફોટા વાયરલ કરી નાખવાની ધમકી આપી છેડતી કરતો હતો.
જાકે આખરે ભોગ બનનાર કિશોરીઍ આ મામલે સિંગણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સંદીપ વરિયા સામે છેડતીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.