સુરત
આવાસના બિલ્ડીંગમાંથી ફાયર સેફટીના વાલ્વ અને ગનની ચોરી કરનાર ઝડપાયો
સુરત : ઉત્રાણ વિસ્તારમાં આવેલા સુમન સંગાથ આવાસ, સુમન સહકાર આવાર અને ઉત્રાણ મોટા વરાછા રોડના સુમન સાથ આવાસમાંથી ધોળે દિવસે ફાયર સેફટીના સાધન જેવા કે પિત્તળની ગન, વાલ્વ અને કપલ વિગેરે મળીને કુલ ૨.૫૧ લાખના મત્તાની ચોરી કરનારને પોલીસે સીસીટીવીના આધારે ઝડપી લીધો હતો.
ઉત્રાણ પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પીઆઈ ઍ.ડી.મહંતની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે વખતે સ્ટાફના માણસોને ઍવી બાતમી મળી હતી કે ફાયર સેફ્ટીના સાધનોની ચોરી કરી મુદ્દામાલ ïબાઈક ઉપર લઈનïે મોટા વરાછા ચેક પોસ્ટ પાસેથી પસાર થવાનો છે બાતમીને વર્કઆઉટ કરી વોચ ગોઠવી નીતીન જયસુખ રાદડીયા (રહે,મિલેનિયમ સ્કેવર ખરવાસા રોડ ડિંડોલી)ને ઝડપી પાડ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં હીરા ઘસવાની મજુરી કામ કરતો નીતીન દેવુ ચુકવવા માટે ગત તા ૭ અોગસ્ટના રોજ ઉત્રાણ આવાસ સુમન સંગાથ, સુમન સાથ તેમજ સુમન સહકાર તથા સરથાણામાં રયજન પ્લાઝા બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી માટેના સાધનો માંથી પિતળની ફાયર ગન, વાલ અને કપલર ચોરી કરી મોટા વરાછા સલજી કોરાટ બ્રીજ નીચે તાપી કિનારે ઝાંડીઅોમાં સંતાડી રાખ્યા હતા. પોલીસે ફાયર સેફ્ટીની ગન નંગ-૯૩, વાલ નંગ-૪૦ અને કલપર નંગ-૫૮ અને બાઈક મળી કુલ રૂપિયા ૨,૫૨,૮૦૦નો મુદ્ામાલ કબજે કર્યો હતો.