યશોકૃપા નગરી – બલર ફાર્મ વેસુ ખાતેથી 24 દીક્ષાર્થીઓની વર્ષીદાનયાત્રા નીકળી
1 ડિસેમ્બર શુક્રવાર ના રોજ યશોકૃપા નગરીમાં સવારે 5:04 કલાકે દીક્ષા વિધિ પ્રારંભ થશે
સુરત શહેરના વેસુ વિસ્તારમાં 24 ઐતિહાસિક દીક્ષા મહોત્સવ ખરેખર રાજમહેલ જેવા ઘરનો-પરિવારનો ત્યાગ કરી જે 24 પુણ્યશાળીઓ રજોહરણ ગ્રહણ કરવા જઈ રહ્યા છે. દીક્ષા નગરી તરીકે જાણીતું થયેલું સુરત શહેર માં ફરી એક વાર 24 સમૂહ દીક્ષાનું સાક્ષી બનશે સુરત શહેરના વેસુ વિસ્તારમાં 24 દીક્ષા અદભૂત માહોલ છવાયો છે ત્યારે તપોભૂમિ યશોકૃપા નગરી ખાતે અસારા નિવાસી કોરડીયા ભારમલભાઈ માલજીભાઈ પરિવાર દ્વારા સિદ્ધિપથ દર્શક શ્રી ઉપધાન તપોત્સવ સાથે સાથે સમૂહ દીક્ષા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આજે બીજા દિવસે સવારે કારતક વદ ત્રીજ – 30 નવેમ્બર ગુરુવારના રોજ સવારે 9:00 કલાકે જાજરમાન વર્ષીદાનયાત્રા યશોકૃપા નગરી – બલર ફાર્મ વેસુ ખાતેથી નીકળી હતી જેમાં દેશભરમાંથી વિધ-વિધ મંડળીઓ, હાથીઓ, ઘોડાઓ, તેમજ દીક્ષાર્થીઓની જાજરમાન રથ માં સવાર થઈ ને વર્ષિદાન યાત્રા વેસુ ના વિવેધ માર્ગો પર ફરી હતી આ 24 દીક્ષાને માણવા અને જોવા માટે દેશભરમાં થી લોકો ઉમટી પડયા હતા આ પ્રસંગે પાવન નિશ્રા ભક્તિયોગાચાર્ય પ.પૂ.આ.ભ.શ્રી યશોવિજય સૂરીશ્વરજી મ.સા., શાસ્ત્ર સંશોધક પ.પૂ.આ.ભ.શ્રી મુનિચંદ્ર સૂરીશ્વરજી મ.સા.,સરસ્વતી લબ્ધપ્રસાદ પ.પૂ.આ.ભ.શ્રી રત્નસુંદર સૂરીશ્વરજી મ.સા. 700 થી અધિક આદિ વિશાળ શ્રમણ શ્રમણી ભગવંતોનો તથા મોટી સંખ્યામાં શ્રાવક ભાઈઓ તથા શ્રાવિકા બહેનો વર્ષિદાન યાત્રામાં જોડાયા હતા અને
બીજા દિવસે કારતક વદ ચોથ – 1 ડિસેમ્બર શુક્રવાર ના રોજ યશોકૃપા નગરીમાં સવારે 5:04 કલાકે દીક્ષા વિધિ પ્રારંભ થશે અને સવારે 8:01 કલાકે રજોહરણ પ્રદાન પળ. આ પાવન દિને શનીભાઈ – ઉમંગભાઈ અને પ્રફુલભાઇ પોતાની આગવી શૈલીમાં માહોલને ભાવવર્ધક બનાવશે.
અદભૂત 24 દીક્ષામંડપમાં ભક્તિયોગાચાર્ય પ.પૂ.આ.ભ.શ્રી યશોવિજય સૂરીશ્વરજી મ.સા., શાસ્ત્ર સંશોધક પ.પૂ.આ.ભ.શ્રી મુનિચંદ્ર સૂરીશ્વરજી મ.સા.,સરસ્વતી લબ્ધપ્રસાદ પ.પૂ.આ.ભ.શ્રી રત્નસુંદર સૂરીશ્વરજી મ.સા. દીક્ષાર્થીઓને *રજોહરણ પ્રદાન કરશે… આ મુમુક્ષુઓનો ઉલ્લાસ અને તેનાથી પણ વધારે આ પરિવારોનાં ઉલ્લાસ અને ભાવો કેવાં ઉચ્ચકોટિનાં હશે.