સુરત : સચીન જીઆઈડીસીમાં આવેલ ઍથર ઈન્ડસ્ટ્રીઝ નામની કેમિકલ ફેટકરીïના સ્ટોરેજ ટેન્કમાં મોડીરાત્રે વિસ્ફોટ સાથે ભીષïણ આગ ફાટી નિકળતા ભારે નાસભાગ મચી ગઈ હતી. આગની ઘટનામાં ફેકટરીમાં કામ કરતા ૨૬ જેટલા કારીગરો દાઝી જવા પામ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો સ્થળ પર દોડી ગયો હતોï અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો શરુ કર્યા હતા. આગમાં દાઝી ગયેલા કારીગરોને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાïં આવ્યા છે. જેમાં ત્રણ કારીગરોની હાલત ગંભીર હોવાનુ કહેવાય છે. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ તેમજ ઉચ્ચઅધિકારીઅોનો કાફલો દોડી ગયો હતો.
ફાયર વિભાગના સુત્રોના જણાવ્યા મુજબન સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ઍથર ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની આવેલી છે. આ કંપનીના કેમિકલ પ્લાન્ટના સ્ટોરેજ ટેન્કમાં મોડીરાત્રે ઍકાદ વાગ્યાના આરસામાં ઍકાઍક ચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના પગલે સ્ટાફમાં દોડધામ મચી છે. ભીષણ આગમાં ૨૬ જેટલા કારીગરો દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતા સચીન ફાયર વિભાગના સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો પરંતુ આગની વિકરાળ જાતા સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવતા મનપા ફાયરનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
ફાયર દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જયારે આગમાં દાઝી ગયેલા ૨૬ કારીગરો પૈકી ત્રણ કારીગરને સિવિલ હોસ્પિટલ, ત્રણï કારીગરને ઍપલ, ત્રણ કારીગરને મૈત્રી હોસ્પિટલ જયારે ૧૮ કારીગરોને સંજીવની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.