સુરત
ચેન્નાઈ કારની ડીલીવરી નહી કરી વેસુના વેપારી સાથે ઠગાઈ
સુરત : વેસુ ઍસ.ડી.જૈન સ્કુલ પાસે રહેતા અને ડીજીટલ પ્રિન્ટીંગના વ્યવસાય સાથે સંકળાયેલા આધેડઍ તેન મિત્રની રૂપિયા ૮ લાખની મારૂતી કંપનીની ગાડી ચેન્નાઈ ખાતે ડિલેવરી કરવા માટે ટ્રાન્સપોર્ટનું કામ કરતી ટી.સી.આઈ ઍક્સપ્રેસ કંપનીને આપી હતી જાકે કંપનીના સંચાલક અને ડ્રાઈવરે ગાડીની ચેન્નાઈ ખાતે ડીલીવરી નહી કરી બારોબાર સગેવગે કરી છેતરપિંડી કરી હતી.
બનાવની વિગત ઍવી છે કે ઉધના મગદલ્લ રોડ વેસુ ઍસ.ટી.જૈન સ્કુલ પાસે શુભમ બંગ્લો ખાતે રહેતા અને ડિજીટલ પ્રિન્ટીંગના વ્યવસાય સાથે સંકળાયેલા રાજેન્દ્રભાઈ ઉર્ફે રાજુભાઈ ગોવર્ધનદાસ પ્રજાપતિ (ઉ.વ.૫૪)ઍ તેના મિત્ર રવીભાઈની રૂપિયા ૮ લાખની કિંમતની મારૂતી કંપનીની ઍસકોર્સ કાર ચેન્નાઈ મોકલવા માટે ટ્રાન્સપોર્ટનું કામ કરતી ટી.સી.આઈ ઍક્સપ્રેસ કંપનીના મોબાઈલ નંબર ધારક સાથે વાત કરી હતી. કંપનીના નામ ફોન ઉપર વાત કરનાર દ્વારા ગાડી ડિલીવરી પેટે રૂપિયા ૧૧,૫૦૦ ઓનલાઈન પેટીઍમ મારફતે મેળવી લીધા હતા.
ત્યારબાદ ગાડીની ડીલીવરી લેવા માટે કંપનીનો અલી નામનો ડ્રાઈવર ઘરે આવ્યો હતો. તેને ટી.સી.આઈ ્ઍક્સપ્રેસ કંપનીનું ફોરવ્હીલ ગાડીનું ઈન્વોઈસ બીલ આપી ગાડીની ડિલીવરી લઈ ગયો હતો. જાકે આરોપીઅોઍ ગાડી ચેન્નાઈ લઈ જવાના બદલે રાજસ્થાન તરફના રૂટ ઉપર લઈ જઈ રવીભાઈને ગાડીની ડીલીવરી નહી આપી ન હતી. તપાસ કરતા કંપનીની ગાડીનુ ઈન્વોઈસ બીલ પણ બોગસ હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે ઉમરા પોલીસે રાજેન્દ્રભાઈ પ્રજાપતિની ફરિયાદને આધારે ગુન્હા દાખલ કરી તપાસ હાથ ધરી છે.