બિઝનેસ
ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે લક્ષ્મીપતિ ગૃપની મેન્યુફેકચરીંગ યુનિટની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ લીધી

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ગૃપ ચેરમેન નવિન પટેલ સહિત ૩પ જણાના પ્રતિનિધિ મંડળે મંગળવાર, તા. ર૬ સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ સુરતની જાણીતી સાડી બ્રાન્ડ લક્ષ્મીપતિ ગૃપના મેન્યુફેકચરીંગ યુનિટની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ લીધી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે સાડી બનાવવા માટે યુનિટમાં થતી તમામ પ્રકારની પ્રોસેસ અંગેની માહિતી મેળવી હતી.
લક્ષ્મીપતિ ગૃપના મેન્યુફેકચરીંગ યુનિટમાં અદ્યતન એમ્બ્રોઇડરી મશીનો પર વિવિધ ડિઝાઇનની સાડીઓ બનાવવામાં આવે છે તેની પણ વિગતવાર જાણકારી પ્રાપ્ત કરી હતી. ભારતમાં સાડી બનાવતી મુખ્યત્વે કંપનીઓમાં લક્ષ્મીપતિ ગૃપ જાણીતું છે, જે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં યાર્નથી લઇને ફાઇનલ પ્રોડકટ એટલે કે સાડી સુધીની સમગ્ર ચેઇન ધરાવે છે.