સુરતઃ ટીમ મંથન ગુજરાત દ્વારા આયોજિત શિક્ષકોના શિક્ષણ ક્ષેત્રે કરેલ ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરીના સન્માનાર્થે ઉમિયાધામ, ઉંઝામાં ડો. રાધાકૃષ્ણન રાષ્ટ્રીય શિક્ષક સેવારત્ન સન્માન સમારોહનું આયોજન તા. ૧૦/૦૯/૨૦૨૩ ના રવિવારના રોજ ટીમ મંથનના નેશનલ મોટિવેટર શૈલેષભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ગેનાજી પટેલ પદ્મશ્રી એવોર્ડ વિજેતા, બનાસકાંઠા, કાંતિભાઈ પ્રજાપતિ (ઈન્ટેલિજન્સ બ્યૂરો નેશનલ એવોર્ડ વિજેતા, ગુજરાત, વિનોદભાઈ (સિનિયર લેક્ચરર ડાયટ, મહેસાણા ધર્મચંદ આચાર્ય વિશ્વશાંતિ એવોર્ડ વિજેતા,રાજસ્થાન ચંદુભાઈ મોદી એ. ટી. ડી. રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા, ગુજરાત દિનેશભાઈ શ્રીમાળી રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા, ગુજરાત કલ્યાણસિંહ પુવાર અધ્યક્ષ, હરસિદ્ધિ ચેરિટેબલ ટ્રસ્ટ, ગોધરા, ડો. મલકપ્પા અભ્યાશ મહેશ ચેરમેન કર્ણાટક સ્ટેટ મક્કલ સાહિત્ય પરિષદ, બેંગલુરુ, કર્ણાટક દ્વારા સન્માનપત્ર, મોમેન્ટો, તથા મેડલ આપી સમગ્ર ભારત દેશના ૧૦ રાજ્યોના ૧૩૪ ઇનોવેટિવ શિક્ષકોનું તેમને કરેલ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડો. રાધાકૃષ્ણન રાષ્ટ્રીય શિક્ષક સેવારત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંત સાવતા માળી પ્રાથમિક શાળા ક્રમાંક 226 મારૂતિનગર લિંબાયત શાળાના શિક્ષક મહેન્દ્ર જગન્નાથ ખંગાર તેમને શાળામાં કરેલ અવનવી વિવિધ પ્રવૃત્તિઓ, ઇનોવેશન, બાળકો માટે શાળાઓમાં કરેલ શૈક્ષણિક દીવાલ પ્રિન્ટિંગ , કઠપુટલી દ્વારા શિક્ષણકાર્ય જેવી અનેક પ્રશંસનીય કામગીરી બદલ ટીમ મંથન, ગુજરાતના મુખ્ય મહેમાન ગેનાજી પટેલ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા, બનાસકાંઠા સાહેબશ્રીના હસ્તે તેમને ડો. રાધાકૃષ્ણન રાષ્ટ્રીય શિક્ષક સેવારત્ન સન્માનપત્ર તથા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ આ એવોર્ડ મેળવી તેમને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત નુ ગૌરવ વધાર્યું છે.