
સુરત, તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉધનામાં આવેલ રાજસ્થાન વિદ્યાલયમાં વિધાર્થીઓ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને ગુડટચ બેડટચ તથા સાઇબર ક્રાઇમ અને સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શહેરમાં દિનપ્રતિદિન છેડતી, બળાત્કાર, સાઇબર ક્રાઇમ સહિતના બનાવો વધી રહ્યા છે. ત્યારે તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરતના ઉધના વિસ્તારમાં આવેલ રાજસ્થાન વિદ્યાલયમાં તારીખ ૨૮ જુલાઈ ૨૦૨૩ના રોજ એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર અંતર્ગત તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કાજલ ત્રિવેદી કુંડલીયા દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને સારો સ્પર્શ તથા ખરાબ સ્પર્શ, સોશિયલ મિડીયાના વપરાશ તથા ધ્યાન રાખવા જેવી બાબતો, સાઇબર ક્રાઇમ અંગે જાગૃતિ સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં શાળામાં અભ્યાસ કરતા ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓ તથા શાળાના શિક્ષકો પણ જોડાયા હતા. આ કાર્યક્રમમાં ઉધના પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એન.દેસાઈએ પણ પૂરતો સહયોગ આપ્યો હતો. ઉધના પોલીસ મથકમાં ફગરજ બજાવતા એએસઆઇ સરીફાબેન શેખ અને ઉધના પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત સી ટીમનાં સભ્યો પણ હાજર રહ્યા હતા તેમની સાથોસાથ જાતીય સતામણી વિરોધ ફરીયાદ નિવારણ સભ્ય તેમજ એફએફડબ્લ્યુસીના મેમ્બર હેતલ નાયક પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.