આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ સહ કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,જિલ્લા ન્યાયાલય સુરત દ્વારા વેદાંત ઇન્ટરનેશનલ સ્કુલ ડિંડોલી ખાતે વિશ્વ ન્યાય દિવસ સહ કાનૂની માર્ગદર્શન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.સદર કાર્યક્રમ અંતર્ગત જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ,જીલ્લા ન્યાયાલય સુરતના સચિવ અને એડીશનલ સિવિલ જજશ્રી સી.આર.મોદી દ્વારા સ્વરસ્વતી માતાની મૂર્તિ પર ફૂલહાર અને પ્રાર્થના કરી કાર્યક્રમની સરુવાત કરવામાં આવી હતી.
સદર કાર્યક્રમમાં ન્યાયાધીશ સી.આર.મોદી દ્વારા ન્યાય,આપના અધિકારો અને હક્ક વિષયપર જયારે પેનલ વકીલ રીલેશભાઈ લીમ્બાચીયા અને પી,એલ.વી પ્રદિપભાઈ શિરસાઠ દ્વારા પોક્સો એકટ,શિક્ષણનો અધિકાર, નશામુકિત , સાયબર ક્રાઈમ , લાંચ રિશ્વત , જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની પ્રવૃત્તિઓ, મિસિંગ ચાઈલ્ડ, જ્યુવેનાઈલ એકટ, બાલમજૂરી, લોક અદાલત, મિડીયશન દ્વારા કેસોનું સમાધાન, વગેરે જેવા વિષયો પર શાળાના આચાર્યશ્રી, ઉપસ્થિત યુવાનો અને શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડી આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ સહ કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.સદર કાર્યક્રમમાં શાળાના ડાયરેકટર ભરતભાઈ પટેલ, ટ્રસ્ટી રમેશભાઈ પટેલ,શાળાના આચાર્ય અશોકભાઈ લાડ,શિક્ષક રાહુલભાઈ પાટીલ અને પંકજભાઈ પારીખ ઉપસ્થિત રહ્યા હતા.