શ્રી સ્વામિનારાયણ અકેડમીના બાળકોનું તાપી પૂજન અને તાપી શુદ્ધિકરણ માટે સફાઈ અભિયાન

સુરતઃ સૂર્ય પુત્રી તાપી એ માત્ર એક નદી નથી પરંતુ સુરતની સભ્યતાનું ગૌરવ છે અને સુરતના પ્રાણ સમાન જીવાદોરી છે, આવી પવિત્ર નદીના જન્મદિન નિમિત્તે અમારી શાળાના સંસ્થાપકશ્રી સ્વામી. હરિવલ્લલભદાસજીના આશિવાદ તેમજ સંચાલકશ્રી દિનેશભાઈ બી ગોંડલિયાના પ્રોત્સાહન હેઠળ ધો.૧૦ ના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો સહ તાપી માતાની પૂજા કરવામાં આવી હતી.
તાપીના જળ સમાન બીજ કોઈ જળ નથી પરંતુ આપણા લીધે આવી પવિત્ર નદીની દુર્દશા થઈ છે. જેને પુનઃજીવિત કરવા માટે શાળાના વિદ્યાર્થીઓએ સ્વયં નદીકિનારે એકત્રિત થયેલ કચરો ઉઠાવી સફાઈ અભિયાન હાથ ઘર્યું હતું. તેમજ નુકડ નાટક દ્વારા ‘પયાવરણ બચાવો’ નો સંદેશ આસપાસના લોકો સુધી પહોંચાડી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
શાળા તરફથી કરવામાં આવેલ આ નવી શરૂઆતમાં ફાયરબ્રિગેડના અધિકારીઓએ પણ ખૂબ સહયોગ આપ્યો હતો. તમામ શાળાના બાળકોએ સુરતના પયાવરણ રક્ષણ માટે શપથ વિધિ લીધી હતી. શાળા દ્વારા લેવાયેલ આ પગલા સુરતને વધુ ખૂબસૂરત બનાવશે.