આર્મી અને પોલીસ પ્રશિક્ષણની તૈયારી કરનાર યુવાનોને ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
સુરતઃ સનરાઈજ આર્મી અને પોલીસ પ્રશિક્ષણ સંસ્થાન દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્પોર્ટ્સ સંકુલના મૈદાનમાં જે ફિઝિકલ તાલીમ ચાલી રહી છે. જેમાં આજ રોજ પ્રશિક્ષણ સમયે ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એસ.આચાર્ય સવારે 6:30 વાગે મૈદાને ઉપસ્થિત રહી યુવાનોને આર્મી અને પોલીસ ભરતી માટે કઈ રીતે તૈયારી કરવી, અસામાજિક પ્રવૃત્તિથી દુર રહેવું, પોલીસ સ્ટેશન ખાતે ચાલતા કાર્યની મુલાકાત વગેરે જેવા વિષયો સાથે એમના શિક્ષણ અને નોકરીના અનુભવથી યુવાનોને પ્રેરણાદાયી માર્ગદર્શન પુરું પાડ્યુ હતું.
તથા પુરુષ માટે 1600 મીટર દૌડ અને મહિલા માટે 400 મીટર દૌડની સ્પર્ધાને ફ્લેગ માર્ચ કર્યું હતું. જેમાં પ્રથમ ક્રમાંક શ્રી.રિતિક દસબુડ અને કુમારી રૂચીતાબેન પરમાર એ મેળવેલ છે.સદર કાર્યકમમાં ઉધના પોલીસ સ્ટેશનના અ.હે. કો.હરીશકુમાર સોલંકી, સંસ્થાના સંસ્થાપક પ્રદિપભાઈ શિરસાઠ, સીમા સુરક્ષા બલ માંથી નિવૃત્ત પ્રશિક્ષક શિવરાજભાઈ સાવળે, હરીશભાઈ પાટીલ, કમલેશભાઈ શિરસાઠ, કૌશલભાઈ બાગડે ઊપસ્થિત રહ્યા હતા.