સુરત
સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા & એનિમલ હોસ્ટેલ દ્વારા પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા તેમજ તુલસી છોડ નું વિના મૂલ્યે વિતરણ
સુરતઃ સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા & એનિમલ હોસ્ટેલ દ્વારા આજરોજ ઉધના વિસ્તારમાં કન્યા સુરક્ષા સર્કલ, વેલકમ પાન સેન્ટર નજીક રાહદારીઓને, પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા તેમજ તુલસી છોડ નું વિના મૂલ્યે વિતરણ રાખેલું હતું.
સંસ્થાના અધ્યક્ષ આશિષભાઈ સૂર્યવંશી એ વધુમાં જણાવેલ કે, આ સેવાકીય કાર્યમાં ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી આચાર્ય સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકીને અનેકો લોકો સેવાના ભાગીદાર બનેલા. આ કાર્યમાં શ્રી માધવ ગૌશાળા ના ગૌસેવકો નો અમૂલ્ય સહકાર રહેલો હતો.