એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા મ્યૂઝિકલ ઇવેન્ટ SIFAR -6 નું આયોજન
સુરતઃ એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા તારીખ 25-04-2023 ના રોજ મ્યૂઝિકલ ઇવેન્ટ SIFAR -6 નું આયોજન એલ.પી.સવાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ડી.વિલા, ભાઠા, સુરત ખાતે કરવામાં આવેલ હતું.
વિધ્યાર્થીઓ ના સર્વાંગી વિકાસ માટે સતત પ્ર્યત્નશીલ એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા આ કાર્યક્ર્મનો હેતુ એ હતો કે વિધ્યાર્થીઓ માં શિક્ષણની સાથે ગીત-સંગીત કળાનો વિકાસ થાય, તેમજ પોતાના અભ્યાસકાળ દરમ્યાન યાદગાર સંભારણુ બની રહે, વિધ્યાર્થી દરેક ક્ષેત્ર માં સ્વનિર્ભર બને હમેશા વિધ્યાર્થીઓ માં નવીજ્ન્મ અભિગમ કેળવાય, ટી.વી. મીડિયા માં ટેલેન્ટ શો માટેનું પ્લેટફોર્મ મળી રહે.
શાળા ના વિધ્યાર્થીઓ તેમજ સંગીત શિક્ષકો તથા શાળા ના બીજા શિક્ષકો દ્વારા નવી-જૂની પેઢીના ગીતોને સંગીતના તાલે રજૂ કરાયા હતા. શ્રોતા ગણ દ્વારા તમામ ને ખૂબ જ ઉત્સાહ પૂર્વક વધાવી લેવામાં આવ્યા હતા, આ કાર્યક્રમ માટે શાળા ના દરેક સ્ટાફે ખૂબ જ મહેનત કરી વિધ્યાર્થીઓ ની આંતરિક કળા શક્તિને ખીલવવાનો ખૂબ જ સુંદર અને સફળ પ્રયાસ કર્યો હતો.
આ પ્રસંગે વિધ્યાર્થી નો ઉત્સાહ વધારવા શાળા ના આદરણીય ચેરમેન માવજીભાઇ સવાણી, શાળા ના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રભાઈ સવાણી, અન્ય ટ્રસ્ટીઓ, તેમજ શ્રી ડો.દિપક આર.દરજી (સુરત શહેર જિલ્લા શિક્ષણ અધિકારી) સાથે શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી (એસએમસી ડેપ્યુટી કમિશનર) ઉપરાંત ક્લા જગત ના અન્ય મહાનુભવો હાજર રહી આ કાર્યક્રમ ને ખુબજ ઉત્સાહ પૂર્વક સફળ બનાવેલ હતો.