અક્ષય તૃતીયા પર તનિષ્કમાં જોવા મળી નવી ડિઝાઈનની જ્વેલરી
ગોલ્ડ ડાયમંડની ખરીદી પર વિશેષ ડિસ્કાઉન્ટ
અક્ષય તૃતીયા નિમિત્તે શહેરના જ્વેલર્સ શો રૂમમાં સવારથી જ સારી એવી ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. તનિસ્ક ઘોડદોડ રોડ શોરૂમ ખાતે વિકાસ સોનીએ જણાવ્યું હતું કે અક્ષય તૃતીયા પર ઘણી નવી ડિઝાઇન લોન્ચ કરવામાં આવી છે. જ્વેલર્સ માટે અક્ષય તૃતીયા એ પ્રથમ તહેવાર છે જે તેમના નવા વર્ષની શરૂઆત કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણી નવી ડિઝાઇન લોન્ચ કરવામાં આવી છે જેમ કે સોલિટેર જ્વેલરી એન્ટિક સાઇટ્સ હીરાના દાગીનામાં આકર્ષણનું કેન્દ્ર છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જો ગ્રાહકોએ અગાઉ દાગીનાનું બુકિંગ કરાવ્યું હોય અને આજે સોનાની કિંમત વધુ હોય તો બુકિંગ સમયે જે ભાવ હશે તે પ્રમાણે ગ્રાહકો પાસેથી કિંમત વસૂલવામાં આવશે, આ તનિષ્ક નું આકર્ષણ છે.
ગ્રાહકોને ડાયમંડ ગોલ્ડ જ્વેલરી પર 25 ટકા ડિસ્કાઉન્ટ મળશે. કોરોના પછી ઘના ગ્રાહક હોય ડાયમંડ જ્વેલરીની ખરીદી બંધ કરી હતી. તે ખરીદી આ વર્ષે જોવા મળી હતી.
રોજેરોજ નવી ડિઝાઇન અને રોજેરોજ નવી વસ્તુઓ પહેરવી એ યુવાનોની ફેશન છે. 18 કેરેટ જ્વેલરીમાં હીરાને જોડીને નવી ડિઝાઇન બનાવવામાં આવે છે. અક્ષય તૃતીયા પર, ટાટાના ગ્રાહકોએ વિશ્વાસ દર્શાવતા સારી ખરીદી કરી હતી.