યુગ પ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજીનું આજે ભગવાન મહાવીર યુનિવર્સિટી પરિસરમાં 2000 વિદ્યાર્થીઓ સાથે ટ્રસ્ટી મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવશે
9 દિવસ સુધી યુનિવર્સિટી કેમ્પસમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે
સુરત શહેરમાં પધારેલા આચાર્ય મહાશ્રમણજી 22 એપ્રિલે પર્વત પાટિયાથી ભગવાન મહાવીર યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ કરશે. આ દરમિયાન અનુવ્રત દ્વારથી કેનાલ રોડ થઈને યુનિવર્સિટી કેમ્પસ સુધી 2000 જેટલા વિદ્યાર્થીઓ સાથે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રોફેસર સંજય જૈન ભગવાન મહાવીર યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ કહ્યું હતું કે, અક્ષય તૃતીયાના શુભ અવસરે આચાર્ય મહાશ્રમજીનું દસ દિવસના રોકાણ માટે સુરતમાં આગમન થવાનું છે તે અમારા માટે સૌભાગ્યની વાત છે.
મહાશ્રમજી ભગવાન મહાવીર વિશ્વવિદ્યાલય, પટાંગણમાં દસ દિવસ નિવાસ કરવા જઈ રહ્યા છે. આવતીકાલે 22 એપ્રિલે સવારે 7 કલાકે પર્વત પાટિયા તેરાપંથ ભવનથી અનુવ્રત ગેટ પાસેથી પસાર થઈને સવારે 10 કલાકે કેનાલ રોડથી 2000 વિદ્યાર્થીઓ સાથે વિશાળ રેલી સ્વરૂપે ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં પ્રવેશ કરશે.
આ સાથે 150 સાધુ સાધ્વી વિહાર કરતા કરતા અહીં આવશે. તેમના 1200 જેટલા અનુયાયીઓ અને ભક્તોએ વર્ષીતપ ની તપસ્યા કરી હતી તેમના 23મી અક્ષય તૃતીયાના રોજ સામૂહિક પારના આચાર્ય શ્રીના હાથેથી થશે. આ દ્રશ્ય જોવા માટે એક વિશાળ સમૂહ અહીં હાજર રહેશે. 24મીએ આચાર્ય મહાશ્રમણજીનું વિશાળ નાગરિક સત્કાર સમારોહ યોજાનાર છે.
ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશનના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી અનિલ જૈને જણાવ્યું હતું કે અમારા પરમ સ્નેહી આચાર્ય મહાશ્રમણજી, અક્ષય તૃતીયાના શુભ અવસર પર ભગવાન મહાવીર યુનિવર્સિટી કેમ્પસમાં આવી રહ્યા છે. યુનિવર્સિટી કેમ્પસમાં તેમનું સ્વાગત કરવામાં આવશે.
યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવારો આ સ્વાગત કાર્યક્રમમાં સામેલ છે. ભગવાનના રૂપમાં આચાર્ય મહાશ્રમણજીને સાંભળવા અને તેમનું પ્રવચન સાંભળવા સુરતના રહેવાસીઓ પણ કેમ્પસના પંડાલમાં આવે તેવી અપેક્ષા રાખીએ છીએ.
મહાશ્રમણજી સુરતમાં પ્રવાસ દરમિયાન પંદર દિવસ રોકાવાના છે. તેમાંથી નવ દિવસ ભગવાન મહાવીર કેમ્પસ પટાંગણમાં રોકાશે. 22 એપ્રિલે વિવિધ કાર્યક્રમોમાં મહારાજ મહાશ્રમણજી નું પ્રવચન થશે, 23 એપ્રિલે અક્ષય તૃતીયાના રોજ પારણા મહોત્સવ યોજાશે. 24મી એપ્રિલે શહેરના મહાનુભાવોના સ્વાગતનો કાર્યક્રમ યોજાશે,