એજ્યુકેશન
‘હર દિલ મે તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત નિકેતન શાળા દ્વારા રાષ્ટ્ર ભાવના પ્રજ્વલિત કરતો નવતર પ્રયોગ…
વરાછા સ્થિત અર્ચના વિદ્યા નિકેતન શાળામાં ‘ હું ભારતીય છું અને મારામાં આ લાગણી હંમેશા રહેશે.’ એવી રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રીય મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી ‘ હર દિલ મેં તિરંગા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રજી મોદીના સફળ કાર્યક્રમ ‘ હર ઘર મે તિરંગા’થી પ્રેરણા લઈ તિરંગાને હવે ઘરની છતથી લઈને દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓના હૃદય સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી શાળા પરિવારના સેવકભાઈઓ બહેનોથી લઈને તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્ય, સંચાલકશ્રી, ટ્રસ્ટી એમ દરેક સભ્યો વડે રાષ્ટ્રધ્વજનો ટેગ નિયમિત ધારણ કરવા માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી છે.
આ કાર્યક્રમ અંતર્ગત શાળાના ટ્રસ્ટી ધીરુભાઈ પરડવા અને આચાર્ય રજીતા તુમ્મા દ્વારા શાળા પરિવારના દરેક મિત્રોને રાષ્ટ્રધ્વજ ટેગ અર્પણ કરી દેશભક્તિનું શ્રેષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું.