ચેમ્બરના વિમેન આંત્રપ્રિન્યોર સેલની વાર્ષિક સભામાં વર્ષ દરમ્યાન વિશિષ્ઠ યોગદાન આપનાર મહિલા સાહસિકોને એવોર્ડ આપી સન્માનિત કરાયા
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા સમૃદ્ધિ, સરસાણા, સુરત ખાતે વાર્ષિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિમેન આંત્રપ્રિન્યોર સેલની ડિજીટલ ડાયરીનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. સાથે જ મહિલા સાહસિકોને વિમેન આંત્રપ્રિન્યોર સેલના સભ્ય તરીકેના બેચ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત વર્ષ ર૦૧૩ થી અત્યાર સુધી વિમેન આંત્રપ્રિન્યોર સેલની સફર અંગે વિડિયો કલીપ થકી પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
ચેમ્બર દ્વારા યુએસએ ખાતે યોજાયેલા ‘ગ્લોબલ ટેકસટાઇલ ટ્રેડ ફેર’ એકઝીબીશનને મળેલી ઐતિહાસિક સફળતાને પગલે વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા ચેમ્બરના ઓફિસ બેરર્સ એવા પ્રમુખ આશીષ ગુજરાતી, પ્રેસિડેન્ટ ઇલેકટ હિમાંશુ બોડાવાલા, વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયા, માનદ્ મંત્રી દીપક કુમાર શેઠવાલા, માનદ્ ખજાનચી પરેશ લાઠીયા તથા જીટીટીએફ એકઝીબીશનના ચેરમેન અમિષ શાહ અને કો–ચેરમેન હર્ષલ ભગતનું સન્માન કરવામાં આવ્યું હતું. આશીષ ગુજરાતી, હિમાંશુ બોડાવાલા અને રમેશ વઘાસિયા દ્વારા મહિલા સાહસિકોને વિદેશમાં યોજાતા એકઝીબીશનોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
વર્ષ દરમ્યાન વિમેન આંત્રપ્રિન્યોર સેલમાં વિશિષ્ઠ યોગદાન આપી બિઝનેસ અપાવવા તેમજ બિઝનેસ કરવામાં અગ્રેસર રહેલી ૧૯ જેટલી મહિલા સાહસિકોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી. જેમાં ખ્યાતિ શાહ, સંગિતા ખૂંટ, રચના કાપડીયા (વિડિયો કોન્ફરન્સથી જોડાયા હતા), અંકિતા વાળંદ, પ્રિતિ જોશી, ભાવિની ગોળવાલા, નિમિષા પારેખ, વનિતા રાવત, જ્હાન્વી શ્રોફ, અમાનત કાગઝી, શિખા મહેરા, ડો. પારૂલ પટેલ, આર્કિટેકટ કૃતિકા શાહ, પરીષી શાહ, બિના ભગત, સંગિતા ચોકસી, ડો. સોનિયા ચંદનાની, પિન્કી મહેતા અને પ્રિયા સોમાણીનો સમાવેશ થાય છે.
ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ સમગ્ર મિટીંગનું સંચાલન કર્યુ હતું અને વિમેન આંત્રપ્રિન્યોર સેલની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. વિમેન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ સ્વાગત પ્રવચન કરી વર્ષ દરમ્યાન સેલની સાથે જોડાયેલી મહિલા સાહસિકો દ્વારા જનરેટ કરવામાં આવેલા બિઝનેસ વિશે માહિતી આપી હતી. અંતે વિમેન આંત્રપ્રિન્યોર સેલના એડવાઇઝર સ્વાતિ શેઠવાલાએ સર્વેનો આભાર માની મિટીંગનું સમાપન કર્યું હતું.