સ્વામિનારાયણ એકેડમીના વિદ્યાર્થીઓ JEE (MATHS)માં ઝળક્યા
દેશની સર્વોચ્ચ એન્જીનયરિંગ પ્રવેશ પરીક્ષા JEE (MATHS) MAY-JUNE 2022 નું પરિણામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા જાહેર કરવામાં આવેલ છે. આ પરિણામ દ્વારા દેશની સર્વોચ્ચ BE-B.TEC ના પ્રવેશ નક્કી કરાય છે. પરિણામમાં 100 પર્સનટાઈલ તથા રાજ્યના ટોપર્સની ઘોષણા થયેલ છે.
અડાજણ સ્થિત શ્રી સ્વામીનારાયણ એકેડમી શિક્ષણ જગતમાં જ્ઞાન, શિક્ષણ અને સંસ્કારો દ્વારા પ્રતિદિન સફળતાના શિખરો સર કરી રહી છે. જે અંતર્ગત JEE (MATHS) 2022 ના પ્રથમ રાઉન્ડમાં શાળાના 06 વિદ્યાર્થીઓ અવિરત પરિશ્રમ દ્વારા ઝળહળતી સફળતા મેળવી દ્વિતિય રાઉન્ડ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરેલ છે. શ્રી સ્વામિનારાયણ એકેડમી ના ચમકતા સિતારા આ મુજબ છે.
1. જય ચંદવાણી – 99.68
2. યશ ક્રિષ્નાણી – 98.9
3. સાવન વાઘેલા – 93
4. યશવી કાનાણી – 91
5. રાજ બાંભણીયા – 88
તમામ વિદ્યાર્થીઓને સમગ્ર શાળા પરિવાર વતી શાળાના સંચાલકશ્રી દિનેશભાઇ ગોંડલીયા દ્વારા અભિનંદન તથા શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.