એલ.પી. સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સનું એચ.એસ.સી. બોર્ડ કોમર્સ-2022નું ખૂબ જ ઝળહળતું પરિણામ
એલ.પી. સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સનું એચ.એસ.સી. બોર્ડ કોમર્સ-2022નું ખૂબ જ ઝળહળતું પરિણામ આવ્યું છે. અને ફરીથી એક વાર વિદ્યાર્થીઓએ સાબિત કર્યું છે કે મન મક્કમ હોય તો આત્મવિશ્વાસ અને મહેનત થકી કોઇપણ પરિસ્થિતિમાં ધાર્યું પરિણામ મેળવી શકાય છે.
એલ. પી. સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સના એ-1 ગ્રેડમાં 5 વિદ્યાર્થી, એ-2 ગૃપમાં 55, બી-1માં 80, બી-2માં 101 વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર પરિણામ મેળવીને સમગ્ર સુરત શહેરમાં શાળાનું નામ રોશન કર્યું છે.વિદ્યાર્થીઓએ કરેલ કઠિન પરિશ્રમ અનુભવી શિક્ષકોની મહેનત અને માર્ગદર્શન તેમજ વાલીમિત્રોના સરાહનીય સહકાર દ્વારા વિદ્યાર્થીઓએ સાસ્વત કર્યું છે કે ધીરજ ધરી શકે તે ધાર્યું કરી શકે
શાળાના ચેરમેન માવજીભાઈ સવાણી અને વાઈસ ચેરમેન ધર્મેન્દ્રભાઈ સવાણી શાળાના આચાર્ય તેમ દરેક શિક્ષકમિત્રો અને સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓએ સફળતા માટે અને ઉચ્ચ ભવિષ્ય માટે ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છા પાઠવી છે. પંખો કે કુછ નહિ હોતા હોસલો સે ઉડાન હોતી હે તે ઉક્તિને સાર્થક કરતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ટીમે વિદ્યાર્થીઓના ઉચ્ચ પરિણામથી ગૌરવ અપાવ્યું છે.