મૌની ગૃપ ઓફ સ્કુલના કુલ 04 વિધાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત
મૌની ગૃપ ઓફ સ્કુલમાં વિજ્ઞાન પ્રવાહ ઘોરણ-૧૨ માં અભ્યાસ કરતા વિધાર્થીઓનું માર્ચ-૨૦૨૧ નું પરિણામ જાહેર થયેલ છે. જેમા અમારી સંસ્થાના કુલ 04 ( કુલ ચાર ) વિધાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. તથા 33 વિધાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે.
ભંગારનો લે-વેચનું કરનારના દિકરાએ મેળવ્યો A1
ઘોરણ-૧૨ સાયન્સના જાહેર થયેલા પરિણામમાં મૌની ગૃપ ઓફ સ્કૂલનો વિધાર્થી પાનસુરીયા કિશન દિનેશાભાઈ કે જે સામાન્ય પરિવાર માંથી આવેલ છે. તે સનાળી ગામ, અમરેલી જીલ્લાનો વતની છે. તેમના પિતા ભંગારનું લે-વેચનુ કામ કરે છે. જેને 99.97 પર્સન્ટાઈલ સાથે A1 ગ્રેડ મેળવી શાળા તથા તેના પરિવારનું નામ રોશન કરેલ છે તથા મેરીટમાં 94.67 % મેળવ્યા છે. તે આગળ Computer Science માં કારર્કિદી બનવવા માગે છ અને DATA Science માં માસ્ટર કરીને પોતાનું ઉજજવળ ભવિષ્ય બનાવવા માગે છે. તે જણાવે છે કે મારી સફળતા પાછળ શાળનું મેનેજમેન્ટ તથા શાળાના શિક્ષકોનું ખૂબ જ યોગદાન રહેલ છે.
એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરનારના દિકરાએ મેળવ્યો A1
મુળ રાજકોટ જીલ્લાના પીઠડીયા ગામની વતની અને મૌની ગૃપ ઓફ સ્કૂલનો વિધાર્થી બોઘરા ઝીલ ઘનશ્યામભાઈ ના પિતા ટેક્ષટાઈલના વ્યવસાય સાથે સંકળાયેલ છે. બોર્ડ દ્વારા જાહેર થયેલા જાહેર થયેલા પરિણામમાં 95.66 % ના મેરીટ તથા 99.86 પર્સન્ટાઈલ સાથે A1 ગ્રેડ મેળવવ્યો છે. તથા જાહેર થયેલ GUJCET-2022 ના પરિણામમાં 120 માંથી 118.75 તથા 99.99 P.R. મેળવી શાળા તથા તેના પરિવારનું નામ રોશન કરેલ છે.
તે આગળ Computer Engg. ની શાખામાં અભ્યાસ કરી કારર્કિદી બનાવા માગે છે. તથા ભવિષ્યમાં IIM અમદાવાદમાં માં MBA કરી બેન્કિંગ ક્ષેત્રે ટેકનોલોજી તથા મેનેજમેન્ટના જ્ઞાનનું સમનવય કરીને પોતાનું ઉજજવળ ભવિષ્ય બનાવવા માગે છે. તે પોતે માને છે કે દરરોજના શૈક્ષણીક કાર્ય તથા રિડીંગ કાર્યનું આયોજન કરીને જો તૈયારી કરવામાં આવે તો પોતે નકકી કરેલા ગોલ સુધી આસાનીથી પહોંચી શકાય છે.
કાર્ડિયોલોજીસ્ટ બનવાના સપના તરફનું એક ડગલુ
મુળ બોટાદ જીલ્લાના સરઘડા ગામના વતની અને મૌની ગૃપ ઓફ સ્કૂલની વિધાર્થી ચાંદપરા મિત પરેશભાઈ ના ટેક્ષટાઈલના વ્યવસાય સાથે સંકળાયેલ છે. જાહેર થયેલા પરિણામમાં 99.81 પર્સન્ટાઈલ સાથે 1 ગ્રેડ મેળવી શાળા તથા તેના પરિવારનું નામ રોશન કરેલ છે. તે આગળ NEET ની પરીક્ષામાં ખૂબ સારો સ્કોર કરીને MBBS માં કારર્કિદી બનાવા માગે છે. તથા ભવિષ્યમાં કાર્ડિયોલોજીસ્ટ બનીને પોતાની બાળપણનું સપનું પૂરું કરવા માગે છે.
તેમજ નરેન્દ્રમોદીજીના સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને દેશને સ્વચ્છ બનાવવા માગે છે. જે અન્ય વિધાર્થી ઓને ગાડરીયા પ્રવાહમાં ન જતા પોતાની પસંદગીની શાખામાં આગળ વધવા પ્રેરણા આપે છે. જે માતા પિતાને કહેવા માંગે છે ક પોતાના બાળકને પોતાની પસંદગીની શાખામાં જવાની મંજુરી આપે.