થરાદ ગામ જૈન સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
સ્પર્ધાની ઉદગાટન સમારોહમા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પધાર્યા હતા
બનાસકાંઠાના વિશ્વ વિખ્યાત થરાદ ગામ જૈન સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પાલ-ભાઠા રોડ પર એલ.પી.સવાણી સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં કરાયું છે. રવિવારથી શરૂ થયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૧૨ ટીમો ભાગ લઇ રહી છે. 200થી વધુ ખેલાડીઓ સ્પર્ધામાં પોતાનું ક્રિકેટ કૌશલ્ય બતાવશે. ટીમોને પ્રોત્સાહિત કરવા માટે રવિવારે ચાર હજારથી વધુ થરાદ સમાજના લોકો મેદાનમાં એકત્ર થયા હતા.
સમાજમાં ભાઇચારો, પરિવારની ભાવના, એકતા, યુવાનો સ્પોર્ટસમાં આગળ વધે, સમાજનો મેળાવડો થાય અને એકબીજાને ઓળખે તે માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે એવું સમાજના પ્રમુખ નીતિનભાઈ અદાણીએ જણાવ્યું હતું વધુમાં તેમણે ઉમેર્યું હતું કે કોરોનાને કારણે બે વર્ષથી સ્પર્ધા બંધ હતી. કોરોના મૃત્યુ પામેલા મૃતકોના આત્મા સદગતિ પામે તે માટે પ્રાર્થના કરાશે. કાંતિલાલ અમુલખભાઇ ભણસાલી સ્પર્ધાના સ્પોન્સર છે.
સિદ્ધાર્થ દોશીએ જણાવ્યું કે સ્પર્ધાના દસ-બાર ખેલાડીઓ નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ જાય તેવી આશા છે. ગત બનાસ કંપની સ્પર્ધામાં અમારી ટીમ ફાઇનલમાં આવી હતી. આ વખતે પણ ટીમ સારૂ પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે. સ્પર્ધાની ઉદગાટન સમારોહમા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પધાર્યા હતા અને તેમણે થરાદ સમાજના અગ્રણીઓને ઉદ્દેશીને જણાવ્યું હતું કે ક્રિકેટ સિવાય પણ બીજી પ્રવૃતિઓમાં જે યુવા ધન આગળ આવવા માંગતું હોય તેઓને પણ સાથે મદદ કરજો તેની સાથે સાથે યુવાનોને પણ તેમને ટકોર કરી હતી કે આ ટુર્નામેન્ટમાં સંપૂર્ણ સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે રમજો અને સમાજનું નામ રોશન કરજો.