એજ્યુકેશન
“સુરત સિટી રન” માં જ્ઞાનજ્યોત વિદ્યાલયનો વિદ્યાર્થી ઝળક્યો
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્વારા “સુરત સિટી રન”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોડાદરાની જ્ઞાનજ્યોત વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતા ભૌમિક અરૂપ વિશ્વજીતે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ સ્પર્ધામાં તેણે 10 કિમીની મેરેથોન દોડ 43 મિનિટમાં પૂરી કરી હતી.
આથી ભૌમિક અરૂપ વિશ્વજીતને મેડલ અને 17,000 રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
આવી સફળતા મેળવવા બદલ જ્ઞાનજ્યોત વિદ્યાલયના ટ્રસ્ટી લાલજીભાઈ નકુમ, કિશોર કુમાર બાંભણિયા અને આચાર્ય મનોજકુમાર સિંહ ભૌમિક અરૂપને ખૂબ ખૂબ અભિનંદન અને સમગ્ર શાળા પરિવાર તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવે છે.