એજ્યુકેશન
ઇન્દોર સુપર લીગ વોલીબોલ ચેમ્પિયનશિપમાં રેડિયન્ટ સ્કૂલની U-17 ગર્લ્સ ટીમ રનર્સ-અપ
ઓલ ઇન્ડિયા સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને સુરતની શાળાનું ગૌરવ વધાર્યું

સુરત: સુરતની ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની U-17 ગર્લ્સ વોલીબોલ ટીમે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે યોજાયેલી ઇન્દોર સુપર લીગ ઓલ ઇન્ડિયા વોલીબોલ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રનર્સ-અપનું સ્થાન મેળવ્યું છે.
ટીમની ખેલાડીઓએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર રમતકૌશલ્ય, ટીમવર્ક અને ખેલદિલીનું પ્રદર્શન કરીને દ્વિતીય સ્થાન હાંસલ કર્યું હતું. આ સિદ્ધિથી શાળા અને સુરત શહેરનું ગૌરવ વધ્યું છે.
ટીમની આ સફળતા બદલ શાળાના સંચાલકમંડળે કોચ સિદ્ધાર્થ મરાઠે અને તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યાં હતાં. સંચાલકમંડળે ખેલાડીઓની મહેનત, શિસ્ત અને સમર્પણની પ્રશંસા કરીને ભવિષ્યમાં પણ આવી જ સફળતા મેળવવા માટે શુભેચ્છાઓ આપી હતી.



