એજ્યુકેશન
આચાર્ય વિનોબા ભાવે પ્રાથમિક શાળા માં બાળમેળાનું આયોજન
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત આચાર્ય વિનોબા ભાવે પ્રાથમિક શાળા ક્રમાંક 237 નવાનગર માં આજે કોવિડ-19 અંતર્ગત સરકારશ્રીના ગાઇડ લાઇનને ધ્યાને રાખી ધોરણ ૧ થી ૫ ના બાળકોનું બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં રંગ પૂર્તિ , છાપકામ , ઘડી કામ, વેશભૂષા , ચિત્રકામ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. પ્રવૃત્તિમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. કાર્યક્રમમાં વિસ્તારમાં કોર્પોરેટરશ્રી , આચાર્યશ્રી, કેન્દ્ર આચાર્યશ્રી , વાલીઓ તેમજ ધોરણ ૧ થી ૫ શિક્ષકો હાજર રહ્યા હતા.