સુરત

પલસાણામાં વિધવાની હત્યા બાદ માતાની હૂંફ ગુમાવનાર ચાર બાળકાેના માથે હાથ મૂકી માનવતા મહેકાવી

સુરત જિલ્લાના એસ.પી.ઉષા રાડાએ ચારેય બાળકાેના સારા ભવિષ્યની ચિંતા કરી

સુરત (ફૈઝાન શેખ),પલસાણા તાલુકાના વરેલીગામમાં શ્રમજીવી મહિલાની હત્યા બાદ માતાની હૂંફ ગુમાવનાર 4 બાળકાેના માથે સુરત જિલ્લાના એસ.પી.ઉષા રાડાએ હાથ મૂકી માનવતા મહેકાવી હતી. આઈ.પી.એસ ઉષા રાડાએ ચારેય બાળકાેના સારા ભવિષ્યની ચિંતા કરી બાળકાે પગભર થાય ત્યાં સુધી કામરેજ ખાતે વાત્સલ્યધામ સંસ્થા ખાતે તેઓની સગવડ કરી આપી હતી. માનવતાના ધાેરણે એસ.પી.ઉષા રાડાએ જાતે વાત્સલ્ય ધામ પહોંચી સંસ્થાના સંચાલકાે સાથે મળી બાળકાેના સારા ભવિષ્ય અંગે વાકેફ કર્યા હતા.

સૂત્રાે પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ખાતે 41 વર્ષીય સંગીતાબેન લોખંડેની હત્યા કરવામાં આવી હતી. પોલીસે કલાકાેમાં જ હત્યાનાે મામલાે ઉલજાવી દીધાે હતાે. આ મામલામાં પોલીસે મૃતકના ભત્રીજાની જ ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સાફ સફાઈ જેવા સામાન્ય ગૃહ ક્લેશમાં ભત્રીજા દ્વારા સંગીતાબેનની હત્યા કરી નાંખી હતી.

વિધવા એવી સંગીતાબેનની હત્યા બાદ 5 સંતાનાેએ પિતા બાદ માતાની પણ હૂંફ ગુમાવી હતી પરંતુ સુરત જિલ્લા પોલીસ આ પાંચેય બાળકાેની આધાર બની ગઈ હતી. એક તરફ સુરત જિલ્લા પોલીસે આ મામલામાં ઉંડાણપુર્વક તપાસ હાથ ધરી આરોપી ભત્રીજાની ધરપકડ કરી સરાહનીય કામગીરી કરી હતી.

બીજી તરફ માતા-પિતાની હૂંફ ગુમાવનાર ચારેય બાળકાેના માથે હાથ મુકી તેમના સારા ભવિષ્યની ચિંતા કરી હતી અને હંમેશા જરૂરિયાત મંદ માટે લાેક સેવા માટે તત્પર રહેતાં સુરત જિલ્લા પોલીસ વડા ઉષાબેન રાડાએ પણ બાળકાેના સારા ભવિષ્યની ચિંતા કરી હતી . દરમિયાન ઉષા રાડાએ પીડિત પરિવારની આકસ્મિક મુલાકાત લીધી હતી.

બાળકોના વયોવૃદ્ધ દાદીએ બાળકોના ઉછેર માટેની ચિંતા જિલ્લા પોલીસ વડા સમક્ષ કરી હતી. જેથી જિલ્લા પોલીસ વડાએ નિરાધાર બનેલા બાળકોની ચિંતા કરી સમાજ સેવી ધર્મેશ ગામીનાે સંપર્ક કર્યાે હતાે. ત્યારબાદ બાળકોના જમવાથી લઈને અભ્યાસ માટે કામરેજ ખાતે આવેલી સામાજિક સંસ્થા વાત્સલ્ય ધામમાં સગવડ કરી આપી હતી.

જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર બાબતે વાત્સલ્ય ધામને કરતા તરત જ ચારેય બાળકો પગભરના થાય ત્યાં સુધી રહેવા, જમવા ઉપરાંત તમામ અભ્યાસની જવાબદારી સ્વીકારી લીધી હતી. આઈપીએસ ઉષા રાડા તેમજ કડોદરા પોલીસ મથકના બાહોશ પોલીસ ઇન્સ્પેક્ટર હેમંત પટેલ દ્વારા ચારેય બાળકો તેમજ વયોવૃદ્ધ દાદીને વાત્સલ્ય ધામ ખાતે પહોંચાડીને એક ઉત્કૃષ્ટ માનવીય અભિગમ દાખવ્યું છે.

સુરત જિલ્લા પોલીસનાે અભિગમ ખુબ જ સરાહનીય છે આ રીતે પોલીસ સમાજની ચિંતા કરશે તાે સમાજમાં ગુનાખાેરી આેછી થશે. આનંદ એ વાતનું છે કે પોલીસની આ માનવતાની કામગીરીથી ચારેય બાળકાેનાે ભવિષ્ય ઉજ્જવલ બનશે

સમાજસેવી ધર્મેશ ગામી

મૃતકની માેટી પુત્રી વયાેવૃધ્ધ દાદી સાથે રહી તેમની દેખરેખ કરશે

મૃતક સંગીતાબેનને 5 સંતાન હતા. મૃતક 5 બાળકાે અને વયાેવૃધ્ધ સાસુ સાથે રહેતી હતી. જાે કે સંગીતાબેનની હત્યા બાદ પાચેય બાળકાે તેની વૃધ્ધ દાદી સાથે રહેતા હતા. જાે કે પાંચ પૈકી ચાર બાળકાેમાં 11 વર્ષીય દેવ, 10 વર્ષિય જય, 9 વર્ષિય અવંતિકા અને 6 વર્ષિય બિનલ માટે વાત્સલ્ય ધામમાં રહેવાથી લઈને અભ્યાસ સુધીની જિલ્લા પોલીસે વ્યવસ્થા કરી આપી હતી. જાે કે મૃતકની માેટી 15 વર્ષીય પુત્રી વૃધ્ધ દાદી સાથે રહી તેમની દેખરેખ કરશે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button