બિઝનેસ
અગ્રણી બિઝનેસ મેગઝીને સુરતની મહેતા વેલ્થ લીમીટેડને કંપની ઓફ ધ યર તરીકે સન્માનિત કરી
સુરત સ્થિત મહેતા વેલ્થ લિમિટેડ, જે સંપત્તિ વ્યવસ્થાપનમાં નિષ્ણાત છે, તેને બિઝનેસ કનેક્ટ મેગેઝિન દ્વારા કંપની ઑફ ધ યર તરીકે સન્માનિત કરવામાં આવી.
2005 માં સ્થપાયેલી કંપની કે જે HNIs માટે કસ્ટમાઇઝ્ડ ઇન્વેસ્ટર પોર્ટફોલિયો ઓફર કરે છે, તે સિલિકોન ઇન્ડિયા, ધ CEO સ્ટોરી અને ધ બિઝનેસ ફેમ જેવા પ્રખ્યાત બિઝનેસ મેગેઝિનોમાં પણ વ્યાપકપણે દર્શાવવામાં આવી છે. તેમણે અગાઉ મુંબઈમાં ET નાઉ વર્લ્ડ BFSI કોંગ્રેસ અને એવોર્ડ્સમાં 101 ટોચના સૌથી પ્રભાવશાળી BFSI લીડર્સનો એવોર્ડ જીત્યો છે.
કંપની કે જે માત્ર વેચાણ નથી કરતી, પરંતુ સંબંધોની શરૂઆત કરે છે. આ કંપની કેયુર મહેતા – (ચેરમેન અને સીઆઈઓ), કૃણાલ મહેતા – (એમડી અને સીઈઓ), કિંજલ મહેતા – (ડિરેક્ટર અને સીઓઓ) ત્રિપુટી દ્વારા ચલાવામાં આવે છે. જેમની ઈમાનદારી, પ્રામાણિકતા અને દ્રઢતા એ ટ્રેડમાર્ક છે.