
સુરત શહેરની સી.બી પટેલ સ્પોર્ટ્સ કેમ્પસ સંચાલિત નંદુબા ઇંગલિશ એકેડેમી દ્વારા અયોધ્યા રામ મંદિર સ્થાપના દિવસ ના એક દિવસ પૂર્વે ‘ જય શ્રી રામ ‘ – આયોધ્યા મંદિર ની 1008 વિદ્યાર્થીઓની માનવ સાંકળ બનાવવામાં આવી હતી, તે સાથે 108 હવનકુંડ અને 1008 વિદ્યાર્થીઓ, શાળા ના પ્રેસિડેન્ટ પંકજભાઈ ગિજુભાઈ પટેલ, પ્રિન્સીપલ ડોકટર મોનિકા શર્મા અને શિક્ષકોએ સાથે મળી ને હવન કુંડ માં1 લાખ રામ મંત્રો સાથે આહુતિ આપવામાં આવી હતી.

નંદુબા ઇંગલિશ એકેડેમીની પ્રિન્સિપલ ડોકટર મોનિકા શર્માએ જણાવ્યું હતું કે સંસ્થા માં પ્રમુખ પંકજભાઈ ગિજુભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ નંદુબા શાળાના કુલ 2000 થી વધુ વિદ્યાર્થીઓ ની સાથે પ્રાંગણમાં રામ લલ્લાના અયોધ્યા ખાતે બનાવેલ મંદિર સ્થાપના દિવસ 22 મી જાન્યુઆરી ના એક દિવસ પૂર્વે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી,આ એક ઐતિહાસિક અને ધાર્મિક દિવસ શાળા ના વિદ્યાર્થીઓ માટે છે કેમ કે ભવિષ્ય ઉજ્વળ ત્યારે જ બનશે ત્યારે હાલ ના વિદ્યાર્થીઓ સંસ્કારી અને ભગવાન રામ જેવા ઉત્તમ મનુષ્ય સાબિત થશે એટલે આવા પ્રકાર ના ધાર્મિક કાર્યક્રમ શાળા માં ખુજ જ મહત્વપૂર્ણ હોય છે.



