નિસાને ગગન મંગલને ભારતમાં પોતાના કમ્યુનિકેશન્સ હેડ તરીકે નિયુક્ત કર્યા

ગુરુગ્રામ, ૧૮ જાન્યુઆરી, ૨૦૨૬ : નિસાન મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (એનએમઆઈપીએલ) એ ગગન મંગલને કમ્યુનિકેશન્સ હેડ તરીકે નિયુક્ત કર્યા છે. તેમની નિમણૂક ૧૨ જાન્યુઆરી, ૨૦૨૬ થી અમલમાં આવી છે. ગુરુગ્રામના રહેવાસી ગગન મંગલ (એનએમઆઈપીએલ) માટે કમ્યુનિકેશન્સની જવાબદારી સંભાળશે. તેઓ એનએમઆઈપીએલના મેનેજિંગ ડિરેક્ટર સૌરભ વત્સ સાથે મળીને કામ કરશે અને તેમનું રિપોર્ટિંગ વાઇસ પ્રેસિડેન્ટ – ઇન્ટરનેશનલ કમ્યુનિકેશન્સ કૈથરિન જાચારીને રહેશે.
નિસાન મોટર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સૌરભ વત્સે જણાવ્યું હતું કે, ‘અમારી સફરના આ મહત્વપૂર્ણ તબક્કે નિસાન મોટર ઈન્ડિયામાં અમે ગગનનું સ્વાગત કરીએ છીએ. તેમની પાસે ઓટોમોટિવ કમ્યુનિકેશન્સના ક્ષેત્રમાં વ્યાપક કુશળતા અને ભારતીય મીડિયા વિશે મજબૂત સમજ છે. અમે અમારા બ્રાન્ડના પુનરુત્થાન ને વેગ આપી રહ્યા છીએ અને નવા પ્રોડક્ટ લોન્ચ કરવાની તૈયારીમાં છીએ. એવામાં ગગનનું નેતૃત્વ અમારી કમ્યુનિકેશન્સ વ્યૂહરચનાને મજબૂત કરવા અને ભારતમાં નિસાન માટે મજબૂત પક્ષ બનાવવા માટે મદદરૂપ થશે.’
નિસાન સાથે જોડાતા પહેલા ગગન મંગલ ફોક્સવેગન ઈન્ડિયા સાથે જોડાયેલા હતા. ત્યાં તેઓ પ્રેસ અને માર્કેટિંગ કમ્યુનિકેશન્સની જવાબદારી સંભાળતા હતા. મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ મંગલ પાસે કોર્પોરેટ કમ્યુનિકેશન્સ અને માર્કેટિંગનો ૧૮ વર્ષનો અનુભવ છે. તેમણે ફોક્સવેગન અને હ્યુન્ડાઈ સહિતની અગ્રણી ઓટોમોટિવ ઓંઈએમ સાથે કામ કર્યું છે.
તેમની કારકિર્દીમાં મંગલે પ્રોડક્ટ લોન્ચ દરમિયાન ઇન્ટિગ્રેટેડ કમ્યુનિકેશન વ્યૂહરચના બનાવવા, મોટા ઇવેન્ટ્સનું આયોજન કરવા, બ્રાન્ડ સ્ટ્રેટેજી બનાવવા અને કેમ્પેઈન્સમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમની અગાઉની ભૂમિકામાં તેઓ કમ્યુનિકેશન્સ વ્યૂહરચનાને આકાર આપવા અને રાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક મીડિયા સાથે સંબંધો મજબૂત કરવા માટે જવાબદાર હતા.
નિસાન મોટર ઈન્ડિયાના કમ્યુનિકેશન્સ હેડ ગગન મંગલે જણાવ્યું હતું કે, ‘વિકાસ અને પરિવર્તનની સફરના આવા મહત્વપૂર્ણ તબક્કે નિસાન મોટર ઈન્ડિયા સાથે જોડાઈને હું ખરેખર ઉત્સાહિત છું. નિસાન માટે ભારત પ્રાથમિકતા ધરાવતું બજાર છે. અહીં બ્રાન્ડની સુસંગતતા, વિશ્વાસ અને ગ્રાહકો સાથેનું જોડાણ વધારવાની વ્યાપક તકો છે. હું ભારત અને વૈશ્વિક સ્તરે કંપનીની ટીમ સાથે મળીને કામ કરીશ, જેથી સ્પષ્ટ અને ગ્રાહક-કેન્દ્રી વ્યૂહરચના બનાવી શકાય.’



