સેમસંગ ઇનોવેશન કેમ્પસએ ઉત્તરપ્રદેશમાં 1750 યુવાનોને ફ્યુચર-ટેક સ્કીલ્સથી પ્રમાણિત કર્યા

લખનૌ, ભારત, 15 જાન્યુઆરી, 2026 – ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ સેમસંગએ નેશનલ યૂથ ડેના રોજ પોતાના સેમસંગ ઇનોવેશન કેમ્પસ (SIC) કાર્યક્રમ હેઠળ 1,750 વિદ્યાર્થીઓને પ્રમાણિત કર્યા હોવાની ઘોષણા કરી છે, આ રીતે કંપનીના રાજ્યમાં યુવા કૌશલ્ય પ્રયત્નોમાં એક નોંધપાત્ર સીમાચિહ્ન અંકિત કર્યુ છે.
સર્ટીફિકેશન વિધિ લખનૌ ખાતે સિટી ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ ખાતે ઉત્તરપ્રદેશ સરકારના ઉચ્ચ શિક્ષણ પ્રધાન માનનીય શ્રીમતી રજની તિવારી સાથે શૈક્ષણિક અગ્રણીઓ અને કાર્યક્રમના ભાગીદારોની હાજરીમાં યોજાઇ હતી.
આ સમૂહ સાથે, ઉત્તર પ્રદેશમાં સેમસંગ ઇનોવેશન કેમ્પસ હેઠળ તાલીમ પામેલા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 3,900 પર પહોંચી ગઈ છે, જે તેને આ કાર્યક્રમ હેઠળ સૌથી ઝડપથી વિકસતા રાજ્યોમાંનું એક બનાવે છે. સેમસંગે 20,000 વિદ્યાર્થીઓને કૌશલ્યવર્ધન કરવાના તેના વ્યાપક રાષ્ટ્રીય લક્ષ્યના ભાગ રૂપે, ઉત્તર પ્રદેશમાં 5,000 યુવાનોને કૌશલ્યવર્ધન કરવાના તેના ઇરાદાની જાહેરાત કરી હતી, જે પાછલા વર્ષ કરતા છ ગણો વધારો છે. આ કાર્યક્રમ હાલમાં 10 રાજ્યોમાં કાર્યરત છે.
લખનૌ પહેલ હેઠળ, વિદ્યાર્થીઓએ ઉભરતી ટેકનોલોજીઓમાં ઉદ્યોગ-સંરેખિત તાલીમ મેળવી, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (950 વિદ્યાર્થીઓ), કોડિંગ અને પ્રોગ્રામિંગ (550 વિદ્યાર્થીઓ), બિગ ડેટા (150 વિદ્યાર્થીઓ) અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (100 વિદ્યાર્થીઓ)નો સમાવેશ થાય છે.
“સેમસંગ ખાતે, અમારું દ્રઢ માનવું છે કે ભારતનું ભવિષ્ય તેના યુવાનો દ્વારા નક્કી થશે. સેમસંગ ઇનોવેશન કેમ્પસ AI, iOT, અથવા બિગ ડેટા અને કોડિંગ જેવા ભવિષ્યના ટેક અભ્યાસક્રમોમાં વ્યવહારુ તાલીમ આપીને શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેના અંતરને દૂર કરવા માટે રચાયેલ છે. લખનૌમાં 1,750 વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર ભારત સરકારના કૌશલ્ય વિઝનને ટેકો આપવાની અને ઉત્તર પ્રદેશમાં યુવા શીખનારાઓને ઉદ્યોગ-સંબંધિત ક્ષમતાઓ સાથે સશક્ત બનાવવાની અમારી પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.
સેમસંગ ઇનોવેશન કેમ્પસ એ અમારો મુખ્ય કાર્યક્રમ છે જે આગામી પેઢીને સશક્ત બનાવવા અને તેમને ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે નોકરી માટે તૈયાર કરવા માટે રચાયેલ છે”, એમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયા ખાતે CSR અને કોર્પોરેટ કોમ્યુનિકેશન્સના વડા શુભમ મુખર્જીએ જણાવ્યું હતું.



