ટી એન્ડ ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ,સુરત દ્વારા ગ્રીન ઇનિશિએટિવ થીમ આધારિત સ્પર્ધાઓનું આયોજન

રામપુરા, સુરત સ્થિત ટી એન્ડ ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિત ભવિષ્ય અંગે જાગૃતિ લાવવા માટે ગ્રીન ઇનિશિએટિવ થીમ આધારિત વિવિધ સ્પર્ધાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વિનસ હોસ્પિટલના હરિયાળા કેમ્પસ ખાતે યોજાયો હતો.
કાર્યક્રમમાં કેમ્પસ ખાતે આવતા પક્ષીઓની ફોટોગ્રાફી, ગ્રીન ઇનિશિએટિવ થીમ આધારિત રીલ, ફ્લોર ડેકોરેશન, નેલ પેઈન્ટિંગ અને વક્રુત્વ્ સ્પર્ધા થીમ આધારિત યોજાઈ હતી. જેમાંએમ. એસ.સી. નર્સિંગ, પોસ્ત બેસિક બી.એસસી. નર્સિંગ, બી.એસસી. નર્સિંગ તથા જી.એન.એમ નર્સિંગના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પર્યાવરણ સંરક્ષણ અંગે પોતાની કલ્પના અને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સિપાલ પ્રોફે. કિરણકુમાર દોમાડિયા તેમજ નર્સિંગ ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પ્રિન્સિપાલે પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો કે હરિત પહેલ, રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ, વૃક્ષારોપણ અને કુદરત સંરક્ષણ આજના સમયમાં અત્યંત આવશ્યક છે. તેમણે જણાવ્યું કે ભાવિ આરોગ્ય સેવકો તરીકે નર્સિંગ વિદ્યાર્થીઓએ પર્યાવરણ રક્ષણ માટે આગવી ભૂમિકા ભજવવી જોઈએ.
ફેકલ્ટી સભ્યોએ પણ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં સ્વચ્છ ઊર્જા, હરિત જીવનશૈલી અને ધરતી બચાવો – કુદરત બચાવો જેવા અભિયાનમાં સક્રિય રીતે જોડાવા પ્રોત્સાહિત કર્યા.
કાર્યક્રમના અંતે સંસ્થા તરફથી તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને આયોજનકર્તા તમામ ફેકલ્ટીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તથા હરિત સંકલ્પ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.



