બિઝનેસ

સેમસંગ સોલ્વ ફોર ટુમોરો 2025: યુવા ઇનોવેટર્સ કેવી રીતે ટેકનોલોજી સાથે પર્યાવરણીય ટકાઉતાને આકાર આપે છે

દાયકાઓથી પર્યાવરણીય ટકાઉતાને એક બલિદાન અને સમાધાન તરીકે જોવામાં આવે છે. સેમસંગના ફ્લેગશિપ શૈક્ષણિક પ્રોગ્રામ સેમસંગ સોલ્વ ફોર ટુમોરો (SFT) 2025ના ટેકા અને માર્ગદર્શનથી તેમજ આઇઆઇટી દિલ્હી સાથેની ભાગીદારીમાં યુવા ઇનોવેટર્સે (સંશોધકો) વૃત્તાંતને ઉલટાવી દીધુ છેઃ ટેકનોલોજી પૃથ્વીને રક્ષણ આપતી વખતે સમૃદ્ધિને આગળ ધપાવી શકાય છે. ભારતભરના હજ્જારો વિદ્યાર્થીઓએ “ટેકનોલોજી મારફતે પર્યાવરણીય ટકાઉતા”ની થીમ હેઠળ અદ્યતન ઉકેલો ડિઝાઇન કર્યા છે – જેણે સ્ત્રોત જાળવણી, બગાડ વ્યવસ્થાપન, ચોખ્ખા પાણી અને કાર્બન ઘટાડા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

પરિવર્તનકારોની નવી પેઢીએ શું હાંસલ કર્યું તે અહીં આપવામાં આવ્યું છે:

1. અર્જન્સ અને વૃદ્ધિમાં ડૂબેલું સંશોધન

વિદ્યાર્થીઓએ એવી ટેકનોલોજી વિકસાવી હતી જે જળ, ઉર્જા, બગાડ અને જૈવ વિવિધતાની સાચવણી કરે છે, તે રીતે આર્થિક અને સામાજિક પ્રગતિ માટે ટકાઉતાને એક ઉત્પ્રેરકમાં રૂપાંતરીત કરે છે.

2. થીમ વિનર પ્રિથ્વી રક્ષક: બગાડને સંપત્તિમાં પ્રસ્થાપિત કરતા 

સેમસંગ સોલ્વ ફોર ટુમોરો 2025ની વિજેતા પ્રિત્વી રક્ષકએ મોડ્યૂલર AIથી સજ્જ વર્મીકમ્પોસ્ટીંગ સિસ્ટમ છે જેને ત્રણ ટીનેજર્સ અભિષેક ધાન્ડા, પ્રભકિરત સિંઘ અને રચિતા ચંડોક દ્વારા વિકસાવવામાં આવી છે. તેમનું સંશોધન ઓર્ગેનિક બગાડ કન્વર્ઝનને પોષથી સમૃદ્ધ કંપોસ્ટમાં સ્માર્ટ સેન્સર્સ સાથે ઓટોમેટ કરે છે, જે તેને શાળા, બજારો અને સમુદાયો માટે યોગ્ય બનાવે છે.

3. પર્યાવરણીય મુદ્દાને પડકારતા અન્ય અગ્રણી સંશોધનો

વધારાની ટોચની ટીમ્સે જટીલ પર્યાવરણીય પડકારોને નાથ્યા હતા:

ડ્રોપ ઓફ હોપ (ઉત્તર પ્રદેશ: એવું ડિવાઇસ કે જે સોલાર એટમોસ્ફેરિક કન્ડેસેશનનો ઉપયોગ કરીને વાયુમાંથી પાણી કાઢે છે

રિન્યુએબલ ડિસેલિનેશન (આસામ): ઓછા ખર્ચવાળુ અને ઉર્જા કાર્યક્ષમ ડિસેલિનેશન સિસ્ટમ પીવાન ચોખ્ખુ પાણી આપશે

સ્મોલબ્લ્યુ (ગુજરાત): AI પ્લેટફોર્મ કે જે એન્ટરપ્રિસ ડેટા ઇન્ફ્રાને ઇષ્ટતમ બનાવે છે અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કાર્બન હાજરીને ઘટાડે છે.

VOXMAPS (મધ્યપ્રદેશ): LiDAR અને HD ઇમેજિંગ સેન્સર્સ માઉન્ડેટ ડ્રોન્સ પ્રદૂષ ડેટા એકત્રિત કરે છે અને વોક્સેલ મેપ્સનું સર્જન કરે છે.

4. ઊંચી અસર માટે ટેકો

IIT દિલ્હી ખાતે વિજેતાઓને રૂ. 1 કરોડ સુધીનો ઇન્ક્યુબેશન સપોર્ટ મળ્યો હતો, જેમાં ટોચની ટીમો માટે વધારાના પુરસ્કારો, જેમાં રૂ. 1 લાખની ગ્રાન્ટ, ગુડવિલ એવોર્ડ્સ અને યંગ ઇનોવેટર એવોર્ડ્સ અને ટોચની 20 ટીમો માટે સેમસંગ ગેલેક્સી Z ફ્લિપ સ્માર્ટફોનનો સમાવેશ થાય છે.

5. એક વિકસતી, વિકેન્દ્રિત નવીનતા ઇકોસિસ્ટમ

2025 આવૃત્તિમાં ટિયર-II અને ટિયર-III શહેરોમાંથી ભાગીદારીમાં વધારો જોવા મળ્યો હતો, જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નવા આવનારાઓને માર્ગદર્શન આપી રહ્યા હતા અને પ્રોટોટાઇપ વિકાસ માટે IIT દિલ્હીની FITT લેબ્સની ઍક્સેસ હતી. આ મેટ્રોપોલિટન હબની બહાર STEM નવીનતાના પ્રસારને પ્રતિબિંબિત કરે છે.

6. સહાનુભૂતિ-સંચાલિત, જવાબદાર નવીનતા

વિદ્યાર્થીઓને વાસ્તવિક દુનિયાની સમસ્યાઓને જવાબદારીપૂર્વક ઉકેલવા, સામાજિક અસર અને ટકાઉ AI ઉકેલોને પ્રાથમિકતા આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ડિઝાઇન-વિચાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

7. પરિવર્તનનો વારસો

2010થી, સેમસંગ સોલ્વ ફોર ટુમોરોએ 68 દેશોમાં 2.9 મિલિયન યુવા નવીનતાઓને જોડ્યા છે, જે વિદ્યાર્થીઓને અસરકારક STEM ઉકેલો બનાવવા માટે માર્ગદર્શન અને સાધનો સાથે સશક્ત બનાવે છે. ભારતનું વૈવિધ્યસભર અને ગતિશીલ યોગદાન વર્ષ-દર-વર્ષે વધતું રહે છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button