સોલ્વ ફોર ટુમોરો 2025: યુવા ઈનોવેટર્સ ભારતમાં હેલ્થ, હાઈજીન અન વેલબીઈંગમાં પરિવર્તન લાવવા માટે AIનો ઉપયોગ કરે છે

હેલ્થકેરમાં ટેકનોલોજીની ભૂમિકા હવે ફક્ત ભવિષ્યલક્ષી રહી નથી, પરંતુ તે આજે દર્દીઓ માટે નિદાન, સંભાળ અને સન્માનને નવો આકાર આપી રહી છે. આઈઆઈટી દિલ્હી સાથે ભાગીદારીમાં સેમસંગનો ફ્લેગશિપ શૈક્ષણિક કાર્યક્રમ સેમસંગ સોલ્વ ફોર ટુમોરો (એસએફટી) 2025માં ‘‘ફ્યુચર ઓફ હેલ્થસ હાઈજીન એન્ડ વેલબીઈંગ’’ની થીમ હેઠળ AI- ફર્સ્ટ, માનવલક્ષી સમાધાન તૈયાર કરવા માટે રાષ્ટ્રવ્યાપી હજારો વિદ્યાર્થીઓને પડકારીને આ પરિવર્તન પ્રદર્શિત કરે છે.
અહીં ઈવોનેશનની લહેર કેવી દેખાય છે તે જુઓઃ
1. અસલ જીવનના પડકારોમાં મૂળિયાં
વિદ્યાર્થીઓને હાઈજીન, સેનિટેશન, ન્યુટ્રિશન, ભાવનાત્મક સુખાકારી અને પ્રતિબંધાત્મક સંભાળને પહોંચી વળવા માટે હેલ્થકેર ટેકમાં પહોંચક્ષમતા નિર્માણ કરવા માટે આમંત્રિત કરાયા હતા, જે બહેતર આરોગ્યનાં પરિણામો યોગ્ય નહીં પણ વિશેષાધિકાર છે તેની ખાતરી રાખે છે.
2. બહેતર આવતીકાલ માટે વ્યવહારુ સમાધાન
અલ્કેમિસ્ટ, બીઆરએચએમ, હિયર બ્રાઈટ, પિંક બ્રિગેડિયર્સ જેવી ટીમો મલ્ટી- આર્ટિક્યુલેટેડ બાયોનિક હેન્ડ્સ અને AI વહેલા નિદાન સાધનોથી પ્રેડિક્ટિવ બ્રેસ્ટ હેલ્થ એપ્સ અને સ્પીચ રેકગ્નિશન ડિવાઈસીસ સુધીની શ્રેણીનાં ઈનોવેશન્સ લાવ્યાં હતાં, જે સર્વ સંભાળમાં સન્માન અને પહોંચક્ષમતા પ્રદાન કરવા પર કેન્દ્રિત ભારતની ભાષાકીય વૈવિધ્યતા માટે તૈયાર કરાયાં હતાં.
∙ અલકેમિસ્ટ (આંધ્ર પ્રદેશ) – આ AI-પાવર્ડ મંચ સબક્લિનિકલ સિલિકોસિસ શોધી કાઢવા માટેનું ડીપ લર્નિંગ મોડેલ છે.
∙ બીઆરએચએમ (ઉત્તર પ્રદેશ) – વિકલાંગતા સાથેના લોકો માટે મોબિલિટી પુનઃસ્થાપિત કરવા ઓછા ખર્ચના બાયોનિક હેન્ડ.
∙ હિયર બ્રાઈટ (દિલ્હી) – AI-પાવર્ડ ગ્લાસીસ, જે શ્રવણેન્દ્રિયમાં તકલીફ હોય તેમને ટેકો આપવા માટે સ્પીચને ટેક્સ્ટમાં ફેરવે છે.
∙ પિંક બ્રિગેડિયર્સ (ઓડિશા) – મહિલાઓ માટે સંરક્ષિત પરિણામો સાથે ઘરે તેમના સ્તનના આરોગ્યની જાતે તપાસ કરવા માટે પ્રેડિક્ટિવ AI એપ.
3. થીમ વિજેતા- પેરાસ્પીકઃ મૂક લોકોને અવાજ આપે છે
ચાર રાષ્ટ્રીય વિજેતામાં પેરાસ્પીક અનોખું તરી આવ્યું હતું. 16 વર્ષના ગુરુગ્રામન વિદ્યાર્થી પ્રણેત ખેતાન દ્વારા વિકસિત આ કોમ્પેક્ટ AI ડિવાઈસ વિકારી વાણીને હિંદી સહિતની ભાષામાં સ્પષ્ટ, અસ્ખલિત પ્લેબેકમાં ફેરવે છે. વાણીમાં વિકારથી સંઘર્ષ કરતા લોકોથી પ્રેરિત પ્રમેત દ્વારા ડાયસાર્થ્રિક હિંદી માટે નિર્માણ કરેલો ભારતનો પ્રથમ ડેટાસેટ છે, જે AI હેલ્થકેરમાં ચિકિત્સકીય અંતર દૂર કરે છે.
4. આરોગ્ય અને સુખાકારીની પાર અન્ય વિજેતા ઈનોવેશન્સ
એસએફટી 2025 દ્વારા નિમ્નલિખિતનું પણ સન્માન કરાયું:
∙ નેક્સ્ટડપ્લે.AI – AI સ્પોર્ટસ કોચિંગ મંચ
પર્સિવિયા- AI-પાવર્ડ ગ્લાસીસ
∙ પૃથ્વી રક્ષક – ગેમિફાડ સસ્ટેનેબિલિટી એપ
5. ઉચ્ચ સ્તર અને સફળતાને ટેકો આપે છે
વિજેતાઓને ચોપ 20 ટીમો માટે રૂ. 1 લાખની ગ્રાન્ટ્સ, ગૂડવિલ એવોર્ડસ અને યંગ ઈનોવેટર એવોર્ડસ અને સેમસંગ ગેલેક્સી Z ફ્લિપ સ્માર્ટફોન્સ સહિત ટોચની ટીમો માટે વધારાના પુરસ્કારો સાથે આઈઆઈટી દિલ્હી ખાતે રૂ. 1 કરોડ સુધી ઈન્ક્યુબેશન સપોર્ટ પણ પ્રાપ્ત થયું હતું.
6. વૃદ્ધિ પામતી સમાવેશક ઈનોવેશન ઈકોસિસ્ટમ
એસએફટી 2025માં ટિયર-2 અને ટિયર-3 શહેરોમાંથી વ્યાપક સહભાગ જોવા મળ્યો હતો, જેમાં એલુમની મેન્ટર્સ તરીકે અને પ્રોટોટાઈપિંગ માટે આઈઆઈટી દિલ્હીની એફઆઈટીટી લેબ્સને પહોંચ તરીકે પાછા આવ્યા હતા. આ વૃદ્ધિ શહેરી કેન્દ્રોની પાર સ્ટેમ ચળવળનું વિકેન્દ્રીકરણ પ્રદર્શિત કરે છે. 2010થી 68 દેશમાં 2.9 મિલિયન યંગ ઈનોવેટર્સના સહભાગ સાથે એસએફટીએ ભારતમાં સમસ્યા ઉકેલનારાની ભાવિ પેઢીને આકાર આપવાનું ચાલુ રાખ્યું છે.
7. સહાનુભૂતિ અને જવાબદારી દ્વારા માર્ગદર્શિત
ડિઝાઈન- થિન્કિંગ વર્કશોપ્સે વિદ્યાર્થીઓને AI સમાધાન નિર્માણ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું, જેમણે જવાબદારીપૂર્વક અસલ સમસ્યાઓનો ઉકેલ લાવી દીધો હતો, જે ઝડપથી ઉત્ક્રાંતિ પામતી ડિજિટલ દુનિયામાં સામાજિક જરૂરતો સાથે ઈનોવેશનનો સુમેળ સાધે છે.



