બિઝનેસ

અમદાવાદ એરપોર્ટ શિયાળાની ઋતુમાં વિઝિબિલિટીના પડકારને પહોંચી વળવા તૈયાર

અમદાવાદ, 17 ડિસેમ્બર 2025: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (AIAL) સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે (SVPIA) મુસાફરો અને એરલાઇન્સને સરળ, અવિરત કામગીરી સુનિશ્ચિત કરવા તૈયાર છે. આગામી શિયાળાની ઋતુમાં ઉત્તરીય પ્રદેશોમાં ઓછી વિઝિબિલિટીના પરિણામે ઘણીવાર ફ્લાઇટ વિલંબ અને રદ કરાતી હોય છે.

અમદાવાદ એરપોર્ટ એ જૂજ એરપોર્ટ્સમાંનું એક છે જે ઓછી વિઝિબિલિટીમાં પણ કામગીરીનું સફળ સંચાલન કરવા સક્ષમ છે. AAI ના સહયોગથી SVPIA એ ખાતરી કરી છે કે તમામ નેવિગેશનલ એઇડ્સ (NAVAIDS) અને એરફિલ્ડ લાઇટિંગ સિસ્ટમ્સની સર્વિસ અને કેલિબ્રેટ કરવામાં આવી છે, જેમાં સિઝનની શરૂઆત પહેલાં અગમચેતીની તપાસ કરવામાં આવી છે. રનવે 05-23 ના દક્ષિણમાં નવા ગ્લાઇડ પાથ માટે કેલિબ્રેશન ફ્લાઇટ ઓપરેશનલ તૈયારીને વધુ મજબૂત બનાવે છે. ડાયવર્ઝનનું સંચાલન કરવાની એરપોર્ટની ક્ષમતામાં પણ વધારો કરવામાં આવ્યો છે. કેટલાક એરક્રાફ્ટ સ્ટેન્ડ (કોડ C) હંમેશા આવનારી ડાયવર્ટ ફ્લાઇટ્સ માટે આરક્ષિત રાખવામાં આવ્યા છે. ડિસેમ્બર 2024 થી ઓક્ટોબર 2025 ના સમયગાળા દરમિયાન એરપોર્ટે નજીકના એરપોર્ટ પરથી 90 થી વધુ ડાયવર્ઝન સફળતાપૂર્વક સમાવી લીધા છે, જે તેની વિશ્વસનીયતા અને કાર્યકારી સ્થિતિસ્થાપકતા દર્શાવે છે.

ટેકનોલોજીકલ તૈયારીઓ ઉપરાંત, અમદાવાદ એરપોર્ટે ગ્રાઉન્ડ પરની સંપૂર્ણ તૈયારીઓ હાથ ધરી છે, જેમાં નવા રનવે માર્કિંગ, રનવે લાઇટ અને એપ્રોચ લાઇટની સંપૂર્ણ જાળવણી તેમજ ઓછી વિઝિબિલિટીની પરિસ્થિતિઓ દરમિયાન વિમાનના સીમલેસ ઓપરેશનને સુનિશ્ચિત કરવા ગ્રાઉન્ડ સ્ટાફ વધારવા જેવા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે.

ટર્મિનલ્સ પર વધારવામાં આવેલી બેઠક વ્યવસ્થા અને F&B આઉટલેટ્સ મોડી ફ્લાઇટ્સથી પ્રભાવિત થતા મુસાફરોને ઉપયોગી થશે. તમામ હિસ્સેદારોને ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા પૂરી પાડવામાં આવેલી ત્રણ વર્ષની ધુમ્મસની આગાહી અને વિશ્લેષણના આધારે તેમની આકસ્મિક યોજનાઓની સમીક્ષા કરવા કહેવામાં આવ્યું છે.

મુસાફરોને એરપોર્ટના સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને વેબસાઇટ પર સત્તાવાર સંદેશાવ્યવહાર દ્વારા ફ્લાઈટ્સના વિલંબ અને ડાયવર્ઝન વિશે માહિતગાર રાખશે. મુસાફરો અને પાર્કિંગ કામગીરીને ટેકો આપવા સુરક્ષા અને લેન્ડસાઇડ સ્ટાફ સ્તરમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

પડકારજનક ધુમ્મસની ઋતુ દરમિયાન SVPIA મુસાફરોની અવરજવરને સરળ બનાવવા ઓપરેશનલ સ્થિતિસ્થાપકતા, મુસાફરોને પ્રાથમિકતાનો અભિગમ તેમજ એરલાઇન્સ અને અન્ય એરપોર્ટ હિસ્સેદારો સાથે સહયોગ કરવા પ્રતિબદ્ધ છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button