સેમસંગ દ્વારા 10 મિનિટમાં મહાનગરમાં ગેલેક્સી ડિવાઈસીસની તુરંત ડિલિવરી ઓફર કરવા ઈન્સ્ટામાર્ટ સાથે ભાગીદારી

ગુરુગ્રામ, ભારત, 9 ડિસેમ્બર, 2025 — ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે મુખ્ય શહેરોમાં તુરંત પ્રોડક્ટોની ગેલેક્સી રેન્જ ઉપલબ્ધ કરવા માટે ભારતના અવ્વલ ઝડપી કોમર્સ મંચ ઈન્સ્ટામાર્ટ સાથે ભાગીદારી કરી છે.
આ જોડાણ થકી સેમસંગ ગેલેક્સી સ્માર્ટફોન્સ, ટેબ્લેટ્સ, વેરેબલ્સ અને એસેસરીઝના વ્યાપક પોર્ટફોલિયોને ઝડપી અને સુવિધાજનક પહોંચ આપે છે. ગ્રાહકો ઈન્સ્ટામાર્ટ પર ચુનંદાં ગેલેક્સી ડિવાઈસીસનો ઓર્ડર આપી શકે અને મિનિટોમાં તેમના ઘેરબેઠા તેમની ડિલિવરી મેળવી શકે છે.
“સેમસંગમાં અમે દરેકને પહોંચક્ષમ અર્થપૂર્ણ ઈનોવેશન્સથી પ્રેરિત છીએ. અમારી ઈન્સ્ટામાર્ટ સાથે ભાગીદારી અમારી ઓમ્નીચેનલ વ્યૂહરચના મજબૂત બનાવવા અને ગેલેક્સી અનુભવી મિનિટોમાં ઉપભોક્તાઓમે ઉપલબ્ધ કરવા માટે વધુ એક પગલું છે. અમે અમારાં અત્યંત વહાલાં ડિવાઈસીસ યુઝર્સની વધુ નજીક લાવ્યા છીએ,” એમ સેમસંગ ઈન્ડિયાના એમએક્સ બિઝનેસના ડાયરેક્ટર રાહુલ પાહવાએ જણાવ્યું હતું.
“ઈન્સ્ટામાર્ટ ખાતે અમારું લક્ષ્ય હંમેશાં અમારા ગ્રાહકોની બદલાતી જીવનશૈલી વિશે જાણકારી મેળવીને તેને અનુરૂપ પગલું લેવાનું રહ્યું છે. સેમસંગ સાથે સીધી ભાગીદારી કરીને અમે ઉચ્ચ ગુણવત્તાનાં ડિવાઈસીસ હવે જૂજ ટેપ્સ અને 10 મિનિટની દૂરી પર હોવાની ખાતરી રાખીને ટેકમાં સુવિધાનો ખરેખર અર્થ શું છે તેની નવી વ્યાખ્યા કરીએ છીએ,” એમ ઈન્સ્ટામાર્ટના એવીપી મનેન્દર કૌશિકે જણાવ્યું હતું.
આ ભાગીદારી તેની ઓમ્નીચેનલ હાજરી વિસ્તારવાની સેમસંગની કટિબદ્ધતા સાથે સુમેળ સાધે છે અને સ્પીડ અને એક્સેસિબિલિટીની દર કરતા ગ્રાહકોની ઉત્ક્રાંતિ પામતી જરૂરતોને પહોંચી વળવાની છે. સેમસંગે ઈન્સ્ટામાર્ટ સાથે ભાગીદારી કરીને તેની રિટેઈલ ઈકોસિસ્ટમને મજબૂત બનાવી છે અને વિવિધ પ્રાઈસ સેગમેન્ટ્સમાં ગ્રાહકો સુવિધા સાથે ગેલેક્સી ટેકનોલોજી અનુભવી શકે તેની ખાતરી રાખે છે.



