બિઝનેસ

અદાણી ગ્રીન એનર્જીનું વૈશ્વિક બાયોડાયવર્સિટીસંબંધી માળખા સાથે પ્રકૃતિને સુસંગત નેતૃત્વ વધુ ગાઢ બનાવવા પ્રતિ પ્રયાણ

વૈશ્વિક બાયોડાયવર્સિટીના જતન માટે ૨૦૩૦ સુધીમાં ૨૭.૮૬ મિલિયન વૃક્ષારોપણની યોજના

અમદાવાદ, ૮ ડિસેમ્બર ૨૦૨૫ : ભારતની વિરાટ રીન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિ (AGEL) એ પ્રકૃતિ સંબંધી ટાસ્કફોર્સ ઓન નેચર-રિલેટેડ ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝર (TNFD) ફ્રેમવર્કને મુખ્ય પ્રવાહમાં લાવીને ટકાઉપણા તરફના તેના પ્રયાણમાં એક નોંધપાત્ર પગલું ભર્યું છે. આ કદમ સંસ્થાઓને પ્રકૃતિ અને બાયોડાયવર્સિટી સંબંધી તેમના અવલંબન, અસરો, જોખમો અને તકોને ઉદ્યોગવ્યાપી વ્યૂહરચનામાં ઓળખીને તેનું મૂલ્યાંકન અને સંચાલિત કરીને જાહેર કરવા માટે વિજ્ઞાન આધારિત એક સુગ્રથિત.અભિગમ પૂરો પાડે છે.. આ પરંપરાગત ESGનું પાલન કરવાનો AGELનો અભિગમ રીન્યુએબલ ઉર્જા વૃદ્ધિ માટેના વધુ સંકલિત, પ્રકૃતિ સાથે સૂમેળ સાધતા સકારાત્મક મોડેલ તરફ સંક્રમણ કરવાની મહત્વાકાંક્ષાને મજબૂત બનાવવા સાથે સ્વચ્છ ઉર્જા વિસ્તરણ સાથે પર્યાવરણિય સુખાકારી આગળ વધી શકે છે તેની ખાતરી કરે છે.

નાણાકીય વર્ષ 24થી અદાણી ગ્રીન એનર્જીએ તેના વ્યવસાયિક કામકાજના તમામ સ્થળોએ પ્રકૃતિ-સંબંધિ નિર્ભરતા, તેની અસરો, જોખમો અને તકોનો નકશો તૈયાર કરવા માટે કંપની-વ્યાપી મૂલ્યાંકન શરૂ કર્યું છે. TNFD અપનાવતા સમૂહોમાં ઔપચારિક રીતે શામેલ થતાં અગાઉ પણ હાથ ધરવામાં આવેલા આ આગોતરું જમીની કાર્ય વર્ષના અંતે નિયમનકારી ઘોષણા તરીકે ગણતરી કરવાના બદલે વ્યૂહાત્મક આયોજનમાં પ્રકૃતિ-સંબંધિ આંતરદૃષ્ટિને શામેલ કરવાના અદાણી ગ્રીન ના ઇરાદાને પ્રતિબિંબિત કરે છે. મજબૂત ESG માપદંડો પર નિર્મિત બાબતોમાં પ્રમાણિત વોટર-પોઝિટિવ કામગીરી, સિંગલ-યુઝ-પ્લાસ્ટિક-મુક્ત સ્થિતિ અને શૂન્ય કચરો-થી-લેન્ડફિલ સાઇટ્સનો સમાવેશ થાય છે.

AGELના મુખ્ય કારોબારી અધિકારી આશિષ ખન્નાએ જણાવ્યું હતું કે આપણી વૃદ્ધિની કથાના કેન્દ્રમાં કુદરત છે. પ્રકૃતિ સંબંધિ નાણાકીય ઘોષણા અંગેના ટાસ્કફોર્સના સિદ્ધાંતોને અમારી કામગીરીના મુખ્ય પ્રવાહમાં શામેલ કરીને અમે રીન્યુએબલ એનર્જીના માળખાની સાથે સ્થિતિસ્થાપક ઇકોસિસ્ટમ બનાવવાની તકો ઓળખી રહ્યા છીએ. રીન્યુએબલ્સના સ્ત્રોતોનું વિસ્તરણ કુદરતી મૂડીના રક્ષણ અને પુનઃસ્થાપનમાં સક્રિયપણે ફાળો આપે એ સુનિશ્ચિત કરવાનો અમારો અભિગમ છે. તેમણે ઉમેર્યું હતું કે સમુદાયો, રોકાણકારો અને ગ્રહો માટે લાંબા ગાળાની વ્યવસાય સ્થિતિસ્થાપકતા અને ટકાઉ મૂલ્ય નિર્માણ માટે હકારાત્મક રીતે પ્રકૃતિ-સંબંધિ જોખમોનો સામનો કરવો મહત્વપૂર્ણ છે.

યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ ફાઇનાન્સ ઇનિશિયેટિવ, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ અને ગ્લોબલ કેનોપી દ્વારા સ્થાપિત TNFD ફ્રેમવર્ક એ વૈશ્વિક વિજ્ઞાન-સંચાલિત પહેલ છે. તે સંસ્થાઓને પ્રકૃતિ-સંબંધિ જોખમો અને તકોને ઓળખવા, મૂલ્યાંકન કરવા, સંચાલન કરવા અને જાહેર કરવા માટે એક માળખાગત માળખું પૂરું પાડે છે. TNFD ફ્રેમવર્ક સાથે જોડાઈને અદાણી ગ્રીન એનર્જી નવીનીકરણીય ઉર્જાની વૈશ્વિક કંપનીઓમાં તેના નેતૃત્વને સબળ બનાવી જૈવવિવિધતા (બાયોડાવર્સિટી)સંબંધિ વ્યૂહાત્મક નિર્ણય લેવામાં એકીકૃત કરે છે, આ વૈશ્વિક સંરક્ષણ પ્રાથમિકતાઓ અને ભારતના ક્લાયમેટ નેતૃત્વ બંનેને ટેકો આપે છે.

AGEL ઇન્ડિયા બિઝનેસ બાયોડાયવર્સિટી ઇનિશિયેટિવ (IBBI અને IBBI 2.0) માટે પણ સહી કરનારાઓમાં સમાવિષ્ટ છે. તેના લાંબા ગાળાના જૈવવિવિધતા ધ્યેયને પુનરાવર્તિત કરીને અદાણી ગ્રીન એનર્જીએ સુધીમાં જૈવવિવિધતાન2030 સ્પષ્ટ રીતે નુકસાનરહિતનું ધ્યેય હાંસલ કરવા પ્રતિબદ્ધ છે તે માટે કંપનીના તમામ પ્રકલ્પોના સ્થળોએ 27.86 મિલિયન વૃક્ષો વાવવાની તેની યોજના છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button