કેમ્પસે બિલિમોરામાં નવા સ્ટોર લોંચ સાથે ગુજરાતમાં રિટેઇલ ઉપસ્થિતિનું વિસ્તરણ કર્યું

સુરત : ભારતની અગ્રણી સ્પોર્ટ્સ અને એથ્લેઝર ફૂટવેર બ્રાન્ડ પૈકીની એક કેમ્પસે સોમનાથ રોડ, રાજભોગ સર્કલ, બિલિમોરામાં નવા એક્સક્લુઝિવ સ્ટોરની શરૂઆત કરીને ગુજરાતમાં રિટેઇલ ઉપસ્થિતિને મજબૂત કરી છે. આ વ્યૂહાત્મક વિસ્તરણ ગ્રાહક સુધીની પહોંચમાં વધારો કરવાની તથા બેજોડ ઓમ્ની-ચેનલ અનુભવ ડિલિવર કરવાની બ્રાન્ટની કટીબદ્ધતા સાથે સુસંગત છે.
આ પ્રસંગે કેમ્પસ એક્ટિવવેર લિમિટેડના સીઇઓ અને પૂર્ણકાલિન ડાયરેક્ટર નિખિલ અગ્રવાલે કહ્યું હતું કે, “બિલિમોરા સ્ટોરની શરૂઆત પ્રમુખ માર્કેટમાં અમારા વ્યૂહાત્મક વિસ્તરણમાં વધુ એક સીમાચિહ્ન છે. આ વિસ્તરણ ગ્રાહકોની પહોંચમાં વધારો કરવો અને ખરીદીનો સુવિધાજનક અનુભવ પ્રદાન કરવાની અમારી કટીબદ્ધતા દર્શાવે છે. આ નવો સ્ટોર મજબૂત ઓમ્ની-ચેનલ ઉપસ્થિતિની રચના કરવાની અમારી કટીબદ્ધતા સૂચવે છે, જેથી અમારા મૂલ્યવાન ગ્રાહકો સાથે જોડાઇ શકાય.”
આ નવો સ્ટોર 931 ચોરસફૂટમાં ફેલાયેલાં છે, જે પુરુષો અને મહિલાઓ બંન્ને માટે સ્ટાઇલિશ અને ફંક્શનલ ફૂટવેર સહિત કેમ્પસના નવીનતમ કલેક્શનને રજૂ કરે છે. અહીં ગ્રાહકો સ્નીકર્સ, પર્ફોર્મન્સ શુઝ તેમજ મર્યાદિત આવૃત્તિ સાથે વૈવિધ્યસભર શ્રેણી જોઇ શકે છે. આ લોંચની ઉજવણી કરવા તથા મૂલ્ય-આધારિત ખરીદીનો અનુભવ સુનિશ્ચિત કરવા માટે કેમ્પસ આકર્ષક પ્રમોશન ઓફર કરી રહ્યું છે: ‘2499 કે તેથી વધુ કિંમતે ખરીદી કરો અને બેલાવિટા પરફ્યુમ વિનામૂલ્યે મેળવો, રૂ. 3999 કે તેથી વધુ કિંમતે ખરીદી કરો અને બેકપેક વિનામૂલ્યે મેળવો’. આ ઓફર ગ્રાહકોને બ્રાન્ડના હાઇ-ક્વોલિટી અને ઓન-ટ્રેન્ડ, ફેશનેબલ ફૂટવરનો અનુભવ કરવાની ઉત્તમ તક આપે છે.
આ સ્ટોરના ઉમેરા સાથે હવે કેમ્પસ દેશભરમાં 297 એક્સક્લુઝિવ રિટેઇલ આઉટલેટ્સનું સંચાલન કરે છે, જે બ્રાન્ડની ઝડપી અને વ્યૂહાત્મક વૃદ્ધિ દર્શાવે છે.



