
સુરત – ભારતની સૌથી વધુ પ્રતીક્ષિત સિટી રન પૈકીની એક બજાજ પુણે મેરેથન 14 ડિસેમ્બરના રોજ તેની છઠ્ઠી એડિશન સાથે પાછી ફરી રહી છે અને આ વખતે પહેલા કરતા વધુ મોટી, વધુ સમાવેશક અને વધુ પ્રેરણાદાયક રહેવાનું વચન આપે છે. ભારતના સૌથી મોટા અને સૌથી ડાયવર્સિફાઇડ ફાઇનાન્શિયલ સર્વિસીઝ ગ્રુપ્સ પૈકીના એક બજાજ ફિનસર્વ લિમિટેડની પહેલ એવી આ વર્ષની ઇવેન્ટ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય એથ્લીટ્સથી માંડીને રોજબરોજ ફિટનેસ માટે ઉત્સાહ ધરાવતા તથા કોર્પોરેટ લીડર્સ સુધીના હજારો રનર્સને ‘You Too Can Fly’ ની એકસમાન માન્યતા હેઠળ લાવે છે.
બજાજ ફિનસર્વના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ બજાજે જણાવ્યું હતું કે અમારું વિઝન દરેક ભારતીયની આકાંક્ષાને પાંખો આપવાનું છે. બજાજ પુણે મેરેથોનની થીમ, ‘You too can Fly’અમર્યાદિત શક્યતાઓની આ ભાવનાને રજૂ કરે છે. આ વર્ષની મેરેથોનનો આહ લાયલ્સ અને શેલી-એન ફ્રેઝર-પ્રાઈસ રેસ એમ્બેસેડર તરીકે, કેવળ સહનશક્તિ અને તંદુરસ્તી જ નહીં પરંતુ ભારતના ઊંચે ઉઠવાના સામૂહિક સંકલ્પની પણ ઉજવણી કરે છે.
વર્લ્ડ એથ્લેટિક્સમાં બે સૌથી પ્રખ્યાત ખેલાડીઓ કરી રહ્યા છે જેમાં જમૈકન સ્પ્રિન્ટ લિજેન્ડ અને 17 વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ તથા 8 ઓલિમ્પિક મેડલ ધરાવતી 100 મીટર દોડવીર શેલી-એન ફ્રેઝર-પ્રાઈસ તેમજ અમેરિકન ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન સ્પ્રિન્ટર જેની ગણના વિશ્વના સૌથી ઝડપી પુરુષ તરીકે થાય છે તે નોઆહ લાયલ્સનો સમાવેશ થાય છે. મેરેથોનના એમ્બેસડર તરીકે, બંને રમતવીરો શ્રેષ્ઠતા, દ્રઢતા અને રમતની પરિવર્તનશીલ શક્તિને સમાવે છે.
હવે તેના છઠ્ઠા વર્ષમાં પ્રવેશેલીબજાજ પુણે મેરેથોનનું કદ અને મહત્વ વધ્યું છે.આ વર્ષની એડિશનમાં 42.2 કિમીની ફુલ મેરેથોન, 21.1 કિમીની હાફ મેરેથોન, 10 કિમીની રેસ, 5 કિમીની સમય મર્યાદા સાથેની રેસ સહિત અનેક રેસ કેટેગરીઓ સામેલ છેજે વય અને ક્ષમતાઓ મુજબ ભાગીદારી સાથે સમાવેશને સુનિશ્ચિત કરે છે.
શેલી-એન ફ્રેઝર-પ્રાઈસે જણાવ્યું હતું કે દરેક ફિનિશ લાઇન નવી શક્યતાઓના દ્વાર ખોલે છે. બજાજ પુણે મેરેથોન એ જ ભાવનાને દર્શાવે છે,જે લોકોને ઉદ્દેશ્ય, ફિટનેસ અને શક્ય હોય તે બાબતમાં વિશ્વાસ દ્વારા એકસાથે લાવે છે. મને એમ્બેસેડર તરીકે જોડાવાનો અને દોડવીરોની ઉજવણી કરવાનો ગર્વ છે.
નોઆહ લાયલ્સે જણાવ્યું હતું કે બજાજ પુણે મેરેથોન માટે માનદ સ્ટાર્ટર બનવા માટે હું ખરેખર ઉત્સાહિત છું. હું લાંબા સમયથી ભારતની મુલાકાત લેવા માંગતો હતો. મારા મોટાભાગના ચાહકો ભારતના છે, તેથી હું તેમના પ્રેમને પાછો આપવા માંગુ છું.



