સુરત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સુરત એરપોર્ટ તથા નિયોલ હેલીપેડ ખાતે ઉષ્માપુર્ણ સ્વાગત

સુરત : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુરતના અંત્રોલી ખાતે નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનના નિરીક્ષણ માટે આવી પહોચ્યા હતા. તે અવસરે સુરત એરપોર્ટ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ મુકેશભાઈ દલાલ, મેયર દક્ષેશ માવાણી, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત તથા સુરતના નિયોલ હેલપેડ ખાતે વડાપ્રધાન શ્રીનું મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ તથા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.



