અદાણી એન્ટરપ્રાઇઝિસના કચ્છ કોપર અને ઓસ્ટ્રેલિયાના કેરાવેલ મિનરલ્સે તાંબાના પ્રકલ્પને ઝડપી બનાવવા વ્યૂહાત્મક એમઓયુ કર્યા

અમદાવાદ, 0૬ નવેમ્બર ૨૦૨૫: પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના મર્ચિસન ક્ષેત્રમાં ફ્લેગશિપ કેરાવેલ કોપર પ્રકલ્પમાટે વ્યૂહાત્મક સહયોગનો માર્ગ મોકળો કરવાના ધ્યેય સાથે કેરાવેલ મિનરલ્સ લિમિટેડ (ASX: CVV) એ અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.ની પેટાકંપની કચ્છ કોપર લિ. (KCL) સાથે એક સીમાચિહ્નસમા બિન-બંધનકર્તા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યાની જાહેરાત કરી છે.
આ કરારના ભાગરુપે કંપનીઓ ૨૦૨૬માં અંતિમ રોકાણના નિર્ણય (FID) તરફ પ્રોજેક્ટના વિકાસને વેગ આપવા માટે રોકાણ અને ઉપાડની તકો શોધશે, જેમાં કેરાવેલના વિશ્વ-સ્તરીય સંસાધનને અદાણીની સ્મેલ્ટિંગ, પ્રોસેસિંગ અને લોજિસ્ટિક્સની પુરવાર થયેલી ક્ષમતાઓને આવરી લેવામાં આવશે.
કેરાવેલના કોપર કોન્સન્ટ્રેટ આઉટપુટના 100% સુધી આવરી લેતા લાઇફ-ઓફ-માઇન ઓફ ટેક કરારની વાટાઘાટો માટે એક વિશિષ્ટ માળખું પણ સ્થાપિત કરતી આ ભાગીદારી હેઠળ શરૂઆતના વર્ષોમાં વાર્ષિક 62,000 થી 71,000 ટન પેયેબલ કોપર હોવાની અપેક્ષા છે. આ કોન્સન્ટ્રેટ સીધા KCLના અત્યાધુનિક USD માં ફીડ કરશે. ગુજરાતના કચ્છમાં એક જ સ્થળે૧.૨ બિલિયન (AUD ૧.૮ બિલિયન)ના રોકાણથી સ્થપાયેલી કચ્છ કોપર સ્મેલ્ટર વિશ્વની સૌથી મોટી કોપર સુવિધા છે.
અદાણીના નેચરલ રિસોર્સિસના સીઈઓ ડૉ.વિનય પ્રકાશે જણાવ્યું હતું કે તાંબુ વૈશ્વિક ઉર્જા સંક્રમણની કરોડરજ્જુ છે અને કેરાવેલ મિનરલ્સ સાથેની અમારી ભાગીદારી આ મહત્વપૂર્ણ ધાતુ માટે સ્થિતિસ્થાપક અને જવાબદાર સપ્લાય ચેઇન બનાવવામાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ભૂમિકાને મજબૂત બનાવશે. કચ્છ કોપર, તેના વિશ્વ-સ્તરીય માળખાગત સુવિધાઓ અને ESG ધોરણો સાથે ખંડોમાં ટકાઉ મૂલ્ય નિર્માણનું મોડેલ બનાવવા માટે કેરાવેલ સાથે જોડાણ કરતા ખુશી અનુભવે છે.
કેરાવેલ મિનરલ્સ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ડોન હાયમાએ જણાવ્યું હતું કે પ્રકલ્પની ઓલ-ઇન-સસ્ટેનિંગ કોસ્ટ (AISC) પ્રતિ પાઉન્ડ USD 2.07 હોવાનો અંદાજ તેને વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ખર્ચવાળા ઉત્પાદકોમાં સ્થાન આપે છે. તેમણે ઉમેર્યું હતું કે અદાણીના કચ્છ કોપર સાથેનો આ સહયોગ કેરાવેલ કોપર પ્રકલ્પની સંપૂર્ણ સંભાવનાને સાકાર કરવાની દીશામાં એક મહત્વપૂર્ણ કદમ છે. તે જવાબદાર લાંબા ગાળા સુધી તાંબાના ઉત્પાદન માટે એક સહિયારી દ્રષ્ટિ સાથે અદાણીની ડાઉનસ્ટ્રીમ કુશળતા અને કેરાવેલના વિશ્વ-સ્તરના સંસાધન જેવી પૂરક શક્તિઓને એકસાથે લાવે છે.
પર્થથી લગભગ ૧૫૦ કિમી ઉત્તરપૂર્વમાં સ્થિત કેરાવેલનો કેરાવેલ કોપર પ્રકલ્પ ઓસ્ટ્રેલિયાનો સૌથી મોટો અવિકસિત તાંબાનો સ્ત્રોત છે જેની ખાણ 25 વર્ષથી વધુની સંભવિત આયુષ્ય ધરાવે છે અને અંદાજે 1.3 મિલિયન ટન પેયેબલ તાંબુ છે.
કરાર અંતર્ગતકચ્છ કોપર લિ. ને કરારના સમયગાળા દરમિયાન સીધી ઇક્વિટી અથવા પ્રકલ્પ-સ્તરના રોકાણો મેળવવા માટે પ્રથમ અધિકારો આપવામાં આવ્યા છે.AUD 1.7 બિલિયનના પ્રારંભિક મૂડીખર્ચ સાથે સંરેખિત આ પ્રકલ્પ તબક્કાવાર વિકાસને ટેકો આપવા માટે રચાયેલ છે. ટોચની બેંકો સાથે નાણાકીય ચર્ચાઓ પણ આગળ વધી રહી છે, જેમાં ડેનિશ સાધનો સપ્લાયર્સ માટે નિકાસ ક્રેડિટ એજન્સી (ECA) દ્વારા સમર્થિત ઉકેલો, પરંપરાગત દેવું, ઇક્વિટી વધારો અને સ્ટ્રીમિંગ અને રોયલ્ટી જેવા નવીન ભંડોળના માળખાંનો સમાવેશ થાય છે. આ પ્રયાસો ડેનિશ-સોર્સ્ડ સાધનો માટે ડેનમાર્કના નિકાસ અને રોકાણ ભંડોળ (EIFO) તરફથી 2023 ના વ્યાજ પત્ર પર આધારિત છે.
આ કરાર કચ્છ કોપર માટે ઉત્પાદકીય સ્પષ્ટીકરણોને મહત્તમ કરવા માટે સહ-એન્જિનિયરિંગ સહિત ડાઉનસ્ટ્રીમ સુવિધાઓ, સંયુક્ત ખરીદીથી ડિલિવરીના સમયપત્રકને ઝડપી બનાવવા અને ભારત-ઓસ્ટ્રેલિયા FTA (મુક્ત વેપાર કરાર)નો લાભ લઈ સરહદ પાર સંસાધન વિકાસ અને કાર્યબળ કૌશલ્યને પ્રોત્સાહન જેવા પાસાઓ માટે સહયોગી કાર્યપ્રવાહની રૂપરેખા આપે છે.
વીજળીકરણ અને નવીનીકરણીય-ઊર્જાના વિસ્તરણ વચ્ચે૨૦૪૦ સુધીમાં તાંબાની વૈશ્વિક માંગમાં 50% વધારો થવાનો અંદાજ છે. બંને રાષ્ટ્રો માટે ટકાઉ આર્થિક વિકાસના દરવાજાઓને ખુલ્લાં મૂકતી વખતે મહત્વપૂર્ણ-ખનિજ પુરવઠા શ્રેણીઓમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે કેરાવેલ-કચ્છ કોપર સહયોગ તૈયાર છે.
બંને કંપનીઓએ જવાબદાર ખાણકામ અને ટકાઉ સપ્લાય શ્રેણીઓ પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવતી અનુકરણીય ESG કામગીરી પણ નોંધાવી છે.



