ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં સેમસંગ ઇનોવેશન કેમ્પસમાં ફ્યુચર-ટેક કૌશલ્ય શીખતા યુવાનોનું સન્માન કર્યું

ગુરુગ્રામ, ભારત, 4 નવેમ્બર, 2025 – ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ સેમસંગએ પોતાના ફ્લેગશિપ ટેક ઇનીશિયેટીવમાં ગોરખપુરમાં 1600 યુવા ભાગ લેનારાઓનું સન્માન કરીને આજે એક મોટું સીમાચિન્હ સેમસંગ ઇનોવેશન કેમ્પસ (SIC) અંકિત કર્યુ છે.
યોગી બાબા ગંભીરનાથ પ્રેક્ષાગૃહ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ સમારોહમાં ઉત્તર પ્રદેશના માનનીય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા અને ફ્યુચર રેડી માટે તૈયાર શિક્ષણ અને ડિજિટલ સમાવેશમાં આ પહેલના યોગદાનની પ્રશંસા કરી હતી.
ભારત સરકારના સ્કીલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા મિશન સાથે સંકલિત, સેમસંગ ઇનોવેશન કેમ્પસ યુવાનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT), બિગ ડેટા અને કોડિંગ અને પ્રોગ્રામિંગમાં આવશ્યક કૌશલ્યોથી સજ્જ કરે છે. સેમસંગ ઇનોવેશન કેમ્પસ, કંપનીનો મુખ્ય CSR કાર્યક્રમ હવે 10 રાજ્યોમાં ફેલાયેલો છે, જેનો ઉદ્દેશ્ય 2025માં દેશભરમાં 20,000 વિદ્યાર્થીઓનું કૌશલ્યવર્ધન કરવાનો છે – જે ગયા વર્ષ કરતાં છ ગણો વધારો છે.
રાષ્ટ્રીય સ્તરે, આ પહેલે 44% મહિલાઓની ભાગીદારી હાંસલ કરી છે, જે સેમસંગના સમાવેશી અને સમાન કૌશલ્યવર્ધન પરના ફોકસને પ્રતિબિંબિત કરે છે. ઉત્તર પ્રદેશમાં, આ વર્ષે 5000 વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે, જે રાષ્ટ્રીય લક્ષ્યના લગભગ 25% છે – જે રાજ્યને ડિજિટલ સશક્તિકરણ અને નોકરી માટે તૈયાર પ્રતિભાને આગળ ધપાવવામાં અગ્રણી સ્થાન આપે છે.
“સેમસંગ ખાતે, અમે માનીએ છીએ કે ભારતનું ભવિષ્ય તેના યુવાનો દ્વારા વ્યાખ્યાયિત થશે. સેમસંગ ઇનોવેશન કેમ્પસ દ્વારા, અમે યુવાનોને માત્ર ટેકનિકલ કૌશલ્યોમાં જ શિક્ષિત કરી રહ્યા નથી, પરંતુ આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને સમસ્યાનું નિરાકરણ કરવાની ક્ષમતાઓ – એવા ગુણોનું પણ સંવર્ધન કરી રહ્યા છીએ જે યુવાનોને અર્થપૂર્ણ કારકિર્દી બનાવવામાં અને રાષ્ટ્રના ડિજિટલ પરિવર્તનને આકાર આપવામાં મદદ કરશે. આ વર્ષે આપણે જે ગતિ જોઈ રહ્યા છીએ – 10 રાજ્યો અને હજારો વર્ગખંડોમાં – તે શીખવા અને પ્રગતિ માટે ભારતની ઊંડી ભૂખને પ્રતિબિંબિત કરે છે. પછી ભલે તે AI હોય, અને IoT હોય, કે પછી બિગ ડેટા અને કોડિંગ અને પ્રોગ્રામિંગ કેમ ન હોય, આ ફક્ત ભવિષ્યની કુશળતા નથી – તે આજે તકની ભાષા છે. ભારતની વિકાસ વાર્તામાં ભાગીદાર તરીકે, સેમસંગ પ્રતિભામાં રોકાણ કરવાનું, સ્થાનિક ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનું અને ડિજિટલી સશક્ત, નવીનતા-આગેવાની હેઠળ આત્મનિર્ભર ભારત બનાવવા માટે સરકારો અને કૌશલ્ય સંસ્થાઓ સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખશે,” એમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રમુખ અને સીઈઓ જેબી પાર્કે જણાવ્યું હતું.
“આપણા યુવાનો ઉત્તર પ્રદેશની પ્રગતિનો પાયો છે અને ભારતની વિકાસગાથા પાછળનું પ્રેરક બળ છે. મને ખુશી છે કે સેમસંગ જેવી વૈશ્વિક કંપનીઓ તેમના કૌશલ્યો અને આકાંક્ષાઓમાં રોકાણ કરવા માટે આગળ આવી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બિગ ડેટા અને IoT જેવી ઉભરતી તકનીકો શીખીને, આપણા વિદ્યાર્થીઓ આવતીકાલના ઉદ્યોગોનું નેતૃત્વ કરવા માટે તૈયાર થઈ રહ્યા છે. આ પહેલ ફક્ત ટેકનોલોજી શીખવવા વિશે નથી – તે આપણા યુવાનો માટે આજીવિકા, આત્મનિર્ભરતા અને ગૌરવના માર્ગો ખોલવા વિશે છે. આ કાર્યક્રમ દ્વારા સેમસંગ ઉત્તર પ્રદેશને કુશળ માનવશક્તિ અને ડિજિટલ શ્રેષ્ઠતાના કેન્દ્રમાં રૂપાંતરિત કરવાના અમારા વિઝનને સમર્થન આપે છે. આ યુવાનોની સફળતા એક આત્મવિશ્વાસુ, સક્ષમ અને ભવિષ્ય માટે તૈયાર ઉત્તર પ્રદેશનું પ્રતિબિંબ છે,” એમ ઉત્તર પ્રદેશના માનનીય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું..
સેમસંગએ નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) હેઠળ ઇલેક્ટ્રોનિક્સ સેક્ટર સ્કીલ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ESSCI) સાથે ભાગીદારી કરી છે, જેથી વિદ્યાર્થીઓને માન્યતા પ્રાપ્ત તાલીમ ભાગીદારો દ્વારા તાલીમ આપી શકાય. સેમસંગ ઇનોવેશન કેમ્પસ 2022માં ભારતમાં શરૂ કરવામાં આવ્યું હતું અને 2024 સુધીમાં તેણે 6,500 વિદ્યાર્થીઓને તાલીમ આપવા સહિત 2025 સુધીમાં કુલ 26,500 વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી. તે હવે વંચિત અને અર્ધ-શહેરી સમુદાયો પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને તેના હાજરીમાં વિસ્તાર કરવાનું ચાલુ રાખે છે.
ટેકનિકલ શિક્ષણ ઉપરાંત, સહભાગીઓને રોજગારક્ષમતા અને કાર્યસ્થળની તૈયારીને મજબૂત કરવા માટે સોફ્ટ સ્કિલ તાલીમ અને પ્લેસમેન્ટ સપોર્ટ મળે છે.
પોતાની સેમસંગ સોલ્વ ફોર ટુમોરો પહેલ સાથે, સેમસંગ ઇનોવેશન કેમ્પસ ટેકનોલોજીનું ડેમોક્રેટીસાઇઝીંગ, પ્રતિભાઓની પાઇપલાઇન્સનં સર્જન કરવા અને ભારતના યુવાનોને કનેક્ટેડ, નવીનતા-સંચાલિત ભવિષ્ય માટે તૈયાર કરવા માટે સેમસંગની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે..
				
					


