બિઝનેસ

સેમસંગ વોલેટ દ્વારા ભારતમાં મહિંદ્રા ઈલેક્ટ્રિક ઓરિજિન માટે ડિજિટલ કાર કી સપોર્ટ રજૂ

ગુરુગ્રામ, ભારત – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે સેમસંગ વોલેટ થકી મહિંદ્રા ઈલેક્ટ્રિક ઓરિજિન એસયુવી સાથે અભિમુખ ડિજિટલ કાર કી રજૂ કરવાની ઘોષણા કરવામાં આવી હતી, જે વધુ કાર માલિકોને તેમનં વાહનો અનલોક, લોક અને સ્ટાર્ટ કરવા માટે તેમનાં ગેલેક્સી સ્માર્ટફોન્સનો ઉપયોગ કરવાની આસાન રીત પ્રદાન કરે છે. ગેલેક્સી ડિવાઈસીસમાં પ્રત્યક્ષ નિર્મિત સેમસંગ વોલેટની ડિજિટલ કાર કી યુઝર્સને પ્રત્યક્ષ ચાવી વિના પેર્ડ વાહન લોક, અનલોક અને સ્ટાર્ટ કરવાની સુવિધા આપે છે. યુઝર્સ મર્યાદિત સમયગાળા માટે મિત્રો અને પરિવાર સાથે પણ તેમની ડિજિટલ કાર કી આદાનપ્રદાન કરી શકે છે, જેથી જરૂર હોય ત્યારે પહોંચ મેળવી શકાય.

 

“અમને મહિંદ્રા ઈ-એસયુવીના માલિકોને સેમસંગ વોલેટ થકી સેમસંગ ડિજિટલ કીની અતુલનીય સુવિધા લાવવાની ભારે ખુશી છે. સેમસંગ ડિજિટલ કાર કીની પહોંચ વિસ્તારવું તે ગેલેક્સી ઈકોસિસ્ટમમાં કનેક્ટેડ અને સિક્યોર અનુભવ પ્રદાન કરવાની અમારી કટિબદ્ધતાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. અમારી મહિંદ્રા સાથે ભાગીદારી વધુ ગેલેક્સી યુઝર્સ માટે ઝંઝટમુકત રોજબરોજની પ્રવૃત્તિઓ, જેમ કે, ડ્રાઈવિંગને આસાન બનાવવાની દિશામાં વધુ એક રોમાંચક પગલું છે,’’ એમ સેમસંગ ઈન્ડિયાના સર્વિસીસ એન્ડ એપ્સ બિઝનેસના સિનિયર ડાયરેક્ટર મધુર ચતુર્વેદીએ જણાવ્યું હતું.

 

મહિંદ્રા ઈલેક્ટ્રિક ઓટોમોબાઈલ લિ.ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને મહિંદ્રા એન્ડ મહિંદ્રા લિ.ના ઓટોમોટિવ ડિવિઝનના ચીફ એક્ઝિક્યુટિવ ઓઉસર નલિનીકાંત ગોલાગુંટાએ જણાવ્યું હતું કે, “અમારી ઈલેક્ટ્રિક મૂળની એસયુવી- XEV 9e અને BE 6એ તેમની આધુનિક ટેકનોલોજી અને ભવિષ્યલક્ષી ડિઝાઈન સાથે અમારા ગ્રાહકોને મંત્રમુગ્ધ કર્યા છે. મને સેમસંગ વોલેટ થકી ડિજિટલ કાર કીની વધુ એક કક્ષામાં અવ્વલ વિશિષ્ટતા લાવવા માટે સેમસંગ સાથે ભાગીદારી કરવાની ખુશી છે, જે દરેક પ્રવાસ વધુ આસાન અને સુવિધાજનક બનવાની ખાતરી રાખશે. આ નવીનતમ ઈનોવેશને ફરી એક વાર ભારત માટે પ્રીમિયમ, ઈન્ટેલિજન્ટ ઈલેક્ટ્રિક એસયુવી સાથે ઉત્તમ માલિકી અનુભવ પ્રદાન કરવાની મહિંદ્રાની કટિબદ્ધતાનો દાખલો બેસાડ્યો છે.’’

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button