સેમસંગ ઈલેક્ટોનિક્સ લાગલગાટ છઠ્ઠા વર્ષ માટે ગ્લોબલ બ્રાન્ડ્સમાં પાંચમા ક્રમે
સેમસંગનું AI આગેવાની અને તે અપનાવવાને ગતિ આપવા માટે સન્માન

ગુરુગ્રામ, ભારત –સેમસંગ દ્વારા વૈશ્વિક બ્રાન્ડ કન્સલ્ટન્સી ઈન્ટરબ્રાન્ડ દ્વારા લાગલગાટ છઠ્ઠા વર્ષે 5મી ક્રમની વૈશ્વિક બ્રાન્ડ તરીકે સન્માનિત કરવામાં આવી હોવાની ઘોષણા કરાઈ છે. ઈન્ટરબ્રાન્ડ દર વર્ષે બેસ્ટ ગ્લોબલ બ્રાન્ડ્સની તેની યાદી જારી કરે છે. આ વર્ષની યાદીમાં સેમસંગે 90.6 અબજ ડોલરનું બ્રાન્ડ મૂલ્ય નોંધાવીને 2020થી વૈશ્વિક ટોપ ફાઈવમાં રહેનારી એકમાત્ર એશિયન કંપની તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
ઈન્ટરબ્રાન્ડ અનુસાર સેમસંગ ઈલેક્ટ્રોનિક્સનું મૂલ્યાંકન નિમ્નલિખિત દ્વારા હકારાત્મક રીતે પ્રભાવિત થયું હતું
કંપનીના વેપાર વિભાગોમાં AI સ્પર્ધાત્મકતા મજબૂત બનાવી.
પ્રોડક્ટોમાં યુનિફાઈડ ઈન્ટીગ્રેશન થકી બહેતર ગ્રાહક અનુભવ.
AI સંબંધી સેમીકંડક્ટર્સમાં કેન્દ્રિત રોકાણ.
ગ્રાહકલક્ષી બ્રાન્ડ વ્યૂહરચનાની અમલબજાવણી.
“AI ઈનોવેશન અને મુક્ત જોડાણ થકી સેમસંગે વધુ ગ્રાહકો તેમના રોજિંદા જીવનમાં AI નો અનુભવ કરી શકે તેની ખાતરી રાખવા માટે કામ કર્યું છે,’’ એમ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ ખાતે ગ્લોબલ માર્કેટિંગ ઓફિસના પ્રેસિડેન્ટ અને હેડ વોન-જિન લીએ જણાવ્યું હતું. ‘‘આગળ જતાં અમે આરોગ્ય અને સુરક્ષા સહિત ગ્રાહકો માટે લાભો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખીશું, જેથી સેમસંગ વધુ વહાલી બ્રાન્ડ તરીકે વૃદ્ધિ પામે.’’
ઈનોવેશન ફોર ઓલના ધ્યેય હેઠળ સેમસંગ સતત AIની પહોંચ દુનિયાભરના વધુ ગ્રાહકો સુધી પહોંચે તે માટે ભાર આપે છે.
આ વર્ષે સેમસંગે ગેલેસી AIની એકધારી પ્રગતિ સાથે મોબાઈલ AIમાં તેની આગેવાની મજબૂત બનાવીને તે AIની વ્યાપ્તિ વધારીને વર્ષમાં 400 મિલિયન ડિવાઈસીસ પર તે ઉપલબ્ધ બને તેવું લક્ષ્ય રાખ્યું છે. કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ (સીઈ) તરીકે સેમસંગે વિઝન AI અને બીસ્પોક AI જેવી દરેક પ્રોડક્ટ શ્રેણી માટે તૈયાર AI ટેકનોલોજીઓ રજૂ કરીને AI સ્પર્ધાત્મકતાને સતત વિસ્તારી છે.
વિવિધ ભાગીદારો સાથે મુક્ત સહયોગ થકી સેમસંગે ગ્રાહકો માટે પર્સનલાઈઝ્ડ AI અનુભવ વધુ બહેતર બનાવ્યો છે, જ્યારે સેમસંગ નોક્સ સાથે ઉદ્યોગ અવ્વલ સલામતી પણ પૂરી પાડી છે.
સેમીકંડક્ટર્સમાં સેમસંગે ક્લાઉડ, ઓન-ડિવાઈસ અને ફિઝિકલ AIમાં વ્યાપક પોર્ટફોલિયો સાથે AI માટે વધતી માગણીને પહોંચી વળી છે. આમાં HBM, ઉચ્ચ ક્ષમતાના DDR5, LPDDR5X and GDDR7 સહિત આધુનિક પ્રોડક્ટો સાથે સક્રિય રીતે પ્રતિસાદનો સમાવેશ થાય છે.
AIની પાર સેમસંગે તેની પ્રોડક્ટો અને સેવાઓની પહોંચક્ષમતા વધારવાનું અને સર્વ વેપાર વિભાગોમાં સક્ષમ ઈનોવેશન પ્રેરિત કરવાનું ચાલુ રાખ્યું છે. આમાં સ્માર્ટથિંગ્સ થકી કનેક્ટેડ ઊર્જા કાર્યક્ષમ એપ્લાયન્સીસ થકી ઊર્જા બચતનો સમાવેશ થાય છે.